DC vs MI : IPL 2025માં પહેલીવાર કરી આ ભૂલ, ‘બાપુ’ને લાગી ગયો 12 લાખનો ચૂનો
IPL 2025ની 29મી મેચમાં અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ તેને બીજો મોટો આંચકો લાગ્યો છે. BCCIએ અક્ષર પટેલને ભૂલ માટે સજા આપી છે.

IPL 2025ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે રમાઈ હતી. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો 12 રને પરાજય થયો હતો. અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ આ સિઝનમાં દિલ્હીની આ પહેલી હાર છે.

આ હાર બાદ અક્ષર પટેલને બીજો મોટો ફટકો પડ્યો છે. BCCIએ અક્ષર પટેલ સામે મોટી કાર્યવાહી કરી અને ભારે દંડ ફટકાર્યો છે. અક્ષર પટેલે ચાલુ સિઝનમાં પહેલીવાર આ ભૂલ કરી છે.

રવિવારે રાત્રે દિલ્હીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની IPL 2025 મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને તેની ટીમના સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL આચારસંહિતાના કલમ 2.22 મુજબ, સિઝનમાં પ્રથમ સ્લો ઓવર-રેટના ગુના માટે કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે ફરી આ ભૂલનું પુનરાવર્તન કરશે, તો તેને વધુ દંડ કરવામાં આવશે. જોકે, હવે IPL દ્વારા મેચ પ્રતિબંધનો નિયમ દૂર કરવામાં આવ્યો છે.

IPL મેનેજમેન્ટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ અક્ષર પટેલની ટીમનો આ સિઝનનો પહેલો ગુનો હતો, જે સ્લો ઓવર-રેટ ગુના સાથે સંબંધિત છે, તેથી અક્ષર પટેલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પટેલે ગુનો કબૂલી લીધો છે અને અધિકારીઓનો નિર્ણય અંતિમ રહેશે.

તમને જણાવી દઈએ કે, વર્તમાન સિઝનમાં અક્ષર પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, લખનૌ સુપર જાયન્ટ્સના રિષભ પંત, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ અને સંજુ સેમસન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારને પણ સ્લો ઓવર રેટને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જવાબમાં, દિલ્હીએ 11.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. અહીં DC જીતની ખૂબ નજીક લાગતું હતું, પરંતુ આ પછી દિલ્હીએ એક પછી એક બધી વિકેટ ગુમાવી દીધી અને 19 ઓવરમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું અને મેચ પણ હારી ગયું હતું. (All Photo Credit : PTI)
અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સ IPL 2025માં સતત સારું પ્રદર્શન કરું રહ્યું છે. જો કે અંતિમ મેચમાં DC ને MI સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































