સોનામાં રોકાણ કરનારાઓમાં છવાશે ખુશી, જાણો શું છે રહસ્ય ?
સ્ટોક માર્કેટમાં હરિયાળી અને ગોલ્ડ રોકાણકારોને લીલા લહેર, બીજીબાજુ ગોલ્ડમેન સૅક્સ બેન્કનો ગોલ્ડના ભાવને લઈને મજબૂત દાવો.

હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે અને એવામાં મોટાભાગના લોકોને એમ હતું કે સ્ટોક માર્કેટનો ધબડકો થશે. જો કે, ટ્રમ્પે, ઈન્ડિયાને ટેરિફથી 90 દિવસની રાહત આપી છે. આ રાહતને જોતાં જ ઇન્ડિયન સ્ટોક માર્કેટે રફતાર પકડી પાડી છે. એનએસઈ (NSE)માં હરિયાળી જોવા મળી છે અને એમાંય રિયલ્ટીના શેર પર 5.64%,ઓટો સેક્ટરના શેર પર 3.39%, ફાઇનાન્સ અને સર્વિસ સેક્ટરના શેર પર 3.28%, મેટલના શેર પર 3.20% અને ફાર્માના શેર પર 2.97% જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
ગોલ્ડમાં થયો ‘જંગી ઉછાળો’
હવે વાત કરીએ ગોલ્ડની તો, ગોલ્ડ અત્યારે ઓલ ટાઈમ હાઇ પર છે. જણાવી દઈએ કે, ગોલ્ડ પ્રાઇઝમાં વર્ષ 2025માં જંગી ઉછાળો આવ્યો છે. ગોલ્ડમાં જે ભાવવૃદ્ધિ થઈ છે, તેને જોતા લાગે છે કે ગોલ્ડની કિંમતમાં હજુ વધારો થશે. 10 ગ્રામ ગોલ્ડની પ્રાઇઝ 31 ડિસેમ્બર 2024ના રોજ 76,162 રૂપિયા હતી અને હવે 14 એપ્રિલ 2025ના રોજ ગોલ્ડની પ્રાઇઝ 93,353 રૂપિયાએ પહોંચી છે. ટૂંકમાં કહીએ તો, વર્ષ 2025માં ગોલ્ડ 17,191 રૂપિયા મોંઘું થયું છે.
ગોલ્ડ, સિલ્વર અને બિટકોઇન પર રહેશે નજર
ગોલ્ડમેન સૅક્સ બેન્ક મુજબ જાણવા મળ્યું છે કે, ગોલ્ડના ભાવમાં હજુ વધારો જોવા મળી શકે છે અને ગોલ્ડ લગભગ સવા લાખ રૂપિયાએ એટલે કે 1.25 લાખ રૂપિયાની ટોચે જોવા મળી શકે છે. બીજીબાજુ ‘રિચ મેન પૂર ડેડ’ના ઓથર રોબર્ટ કિયોસાકીનું માનવું છે કે, રોકાણકારોએ સ્ટોક માર્કેટની સાથે-સાથે ગોલ્ડ, સિલ્વર અને બિટકોઇન પર પણ નજર રાખવી જોઈએ. ઈન્ડિયા હાલ ગોલ્ડ, મેટલ અને પ્રીશિયસ મેટલમાં રોકાણ કરવાની તૈયારીમાં છે. જેમાં ઈન્ડિયા અમેરિકા સાથે બાઇલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરશે. આ એગ્રીમેન્ટમાં ઉલ્લેખ થશે કે ભારત પર કેટલો ટેરિફ લાદવામાં આવશે.
અહીંથી થાય છે ‘ગોલ્ડ ઇમ્પોર્ટ’
જોવા જઈએ તો, ઈન્ડિયાએ છેલ્લા 11 મહિનામાં એટલે કે એપ્રિલ 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન 74 બિલિયન ડોલર ગોલ્ડ ઇમ્પોર્ટ કર્યું છે. ઈન્ડિયામાં સ્વિટઝરલેન્ડથી 41%,યુ. એ. ઈથી 13% અને સાઉથ આફ્રિકાથી 10% જેટલું ગોલ્ડ ઇમ્પોર્ટ કરવામાં આવેલું છે.
શેરબજારને લગતી બીજી માહિતી જાણવા માટે અને રોકાણને લગતી અવાર-નવાર માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો