અમદાવાદમાં શહેર પોલીસ કમીશ્નરની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ, જુઓ PHOTOS
અમદાવાદમાં પોલીસ કમિશનરએ ક્રાઈમ કોન્ફરન્સ યોજી જેમાં થાના ઇન્ચાર્જ પીઆઇ એક સૂચના કરી કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવું સૂચન શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિક દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી હતી.


શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ.મલિક ચાર્જ લીધાં બાદ પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કર્યું,પોલીસ કમિશ્નર જી.એસ મલેકની અધ્યક્ષતામાં શહેરનાં તમામ પીઆઈ, ઝોન ડીસીપી અને જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં પોલીસની કામગરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ ક્રાઈમ કોન્ફરન્સ પોલીસ કમિશનરએ પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સૂચના આપી હતી.

અન્ય ટ્રાફિક બાબતે વાત કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા બાબતે સુધારો લાવવા પ્રયાસ થઇ રહ્યો છે પરતું પોલીસ કમિશનરએ લોકોને પણ ટ્રાફિક રુલ્સ ફોલો કરવા અપીલ કરી હતી.

શહેર પોલીસ કમિશનર કહેવું છે કે હાલમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. જોકે વધી રહેલા ગુનાને અંકુશ લાવવા પણ કડક કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

મહત્વ નું છે કે પોલીસ કમિશનર કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવી સૂચના આપી છે. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી છે.

કમિશનરે કહ્યું કે સંડોવાયેલ પોલીસ સામે ફરિયાદ કરી અને તરત જ આરોપી ઝડપાયા હતા અને પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંડણી માગનાર આવા પોલીસ કર્મી સામે કાર્યવાહી રહેમ રાખ્યા વિના કરવામાં આવશે. જે તમામ લોકોને સૂચના આપી છે.
Latest News Updates
































































