
લાયન્સ ટીમ તરફથી રમતા ડિકોકે 2012માં મુંબઈની ટીમ સામે અણનમ અડધી સદી નોંધાવતા 51 રન ફટકાર્યા હતા. મુંબઈ સામે ડિકોકે પોતાની ટીમને જીત અપાવી હતી. પરંતુ આ દરમિયાન તે ખૂબસૂરત યુવતી સામે દિલ હારી બેઠો હતો.

સાશા આ મેચમાં ચિયરલિડરની ભૂમિકામાં હતી. જે દરમિયાન ડિકોકની નજર તેની પર પડી હતી અને તેને એ પસંદ આવી હતી. બંનેની પ્રેમકહાની સોશિયલ મડિયાના ફેસબુક પ્લેટફોર્મ દ્વારા આગળ વધી હતી.