AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંડર-19 વર્લ્ડ કપમાં ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, જાણો શેફાલી શા માટે છે સૌથી ખાસ?

સ્ટાર યુવા બેટ્સમેન શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે પ્રથમ વખત યોજાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:09 PM
Share
ભારતની મહિલા ટીમે રવિવારે પ્રથમ વખત યોજાઈ રહેલા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું. શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ભારતે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ જીત સાથે શેફાલી વર્મા મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, પૃથ્વી શૉ જેવા ખેલાડીઓ સાથે એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. શેફાલી દેશને અંડર 19 વર્લ્ડ કપ જીતાડનારી છઠ્ઠી કેપ્ટન છે. જોકે તે સૌથી ખાસ છે કારણ કે આવું કરનાર તે પ્રથમ મહિલા કેપ્ટન છે

1 / 6
મોહમ્મદ કૈફે ભારતને પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો હતો. વર્ષ 2000માં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત એક પણ મેચ હાર્યું નથી

2 / 6
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભલે સિનિયર ટીમ માટે ICC ટ્રોફી જીતી શક્યા ન હોય, પરંતુ તેમની કપ્તાની હેઠળ અંડર-19 ટીમે 2008માં વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલ મેચમાં તેઓએ સાઉથ આફ્રિકાને 12 રને હરાવ્યું હતું.

3 / 6
વિરાટ કોહલી બાદ ઉન્મુક્ત ચંદે પણ વર્ષ 2012માં આ કારનામું કર્યું હતું. તેમની કપ્તાનીમાં ભારતે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો હતો. આયર્લેન્ડમાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. ઉન્મુક્ત ચંદે ફાઇનલમાં 111 રન બનાવ્યા હતા

4 / 6
વર્ષ 2018માં યુવા ઓપનર પૃથ્વી શૉ પણ આ ક્લબમાં જોડાયો હતો. ન્યુઝીલેન્ડમાં રમાયેલા આ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાંથી ભારતને શિવમ માવી અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ મળ્યા. અનુભવી ખેલાડી રાહુલ દ્રવિડ આ ટીમના મુખ્ય કોચ હતા.

5 / 6
યુવા સ્ટાર બેટ્સમેન યશ ધુલની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2022માં પાંચમી વખત આ ખિતાબ જીત્યો હતો. ગયા વર્ષે આયોજિત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતનો સામનો માત્ર ઇંગ્લેન્ડ સામે થયો હતો, જેને ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટથી હરાવ્યું હતું.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">