ટીમ ઈન્ડિયાને મળી અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ, ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને થઈ માલામાલ
ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ ભારતીય ટીમને નામ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હાર આપી છે. તેમજ ટ્રોફી પોતાને નામ કરી છે. ટ્રોફીની સાથે -સાથે ભારતીય ટીમને પ્રાઈઝ મની તરીકે કરોડો રુપિયા મળ્યા છે.

ટીમ ઈન્ડિયાએ ફરી એક વખત ક્રિકેટની દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભારતે 9 મહિનામાં બીજી આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાએ 9 માર્ચના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ પોતાને નામ કર્યો છે.

આ સાથે 12 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફી ભારતમાં આવી છે. આ ઐતિહાસિક જીત પર ટીમ ઈન્ડિયાને પ્રાઈઝ મની તરીકે કરોડો રુપિયાની પ્રાઈઝ મની મળી છે. ટૂર્નામેન્ટ હાર્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમને એક મોટી પ્રાઈઝ મની મળી છે.

તમને જણાવી દઈએ કે, ટ્રોફીની 8 વર્ષ બાદ વાપસી થઈ છે. આ પહેલા વર્ષ 2017માં આ ટૂર્નામેન્ટ રમાય હતી. ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવા માટે 2.24 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આપવામાં આવેલી સૌથી મોટી ઈનામી રકમ છે.

આ સિવાય ભારતીય ટીમને ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતવા પર 34 હજાર ડોલર એટલે કે, 30 લાખ રુપિયા આપવામાં આવ્યા છે. તેમજ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અંદાજે 1 કરોડ રુપિયા પણ મળ્યા છે.

ખાસ વાત એ હતી કે, ન્યૂઝીલેન્ડની ટીમને ઈનામ તરીકે મોટી રકમ પણ મળી હતી. આ વખતે રનરઅપ ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ સેમિફાઇનલમાં હારેલી બે ટીમો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને અંદાજે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગ્રુપ સ્ટેજમાં ભાગ લેનારી ટીમો પણ ખાલી હાથ રહી નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંપૂર્ણપણે ભારતીય ટીમના નામે હતી. આ ટુર્નામેન્ટમાં કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મેચ જીતનારી તે એકમાત્ર ટીમ હતી.

આ પછી, ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યાં ફરી એકવાર તેનો સામનો કિવી ટીમ સાથે થયો. પરંતુ આ વખતે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો અને 4 વિકેટે મેચ જીતીને ચેમ્પિયન બની હતી.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































