Pahalgam Attack : આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા, એરસ્ટ્રાઈક કરતા પણ વધુ સારો પાઠ ભણાવે તેવી માગ કરી
જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે. હુમલામાં 3 ગુજરાતીની પણ હત્યા કરવામાં આવી હતી. આતંકી હુમલાને પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નિંદા કરી છે.
જમ્મુ-કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ પહલગામમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે. હુમલામાં 3 ગુજરાતીની પણ હત્યા કરવામાં આવી હતી. આતંકી હુમલાને પૂર્વ નાયબ મુખ્યપ્રધાને નિંદા કરી છે. કાશ્મીરમાં પાકિસ્તાન હુમલો કરાવે છે તેવું નીતિન પટેલે જણાવ્યું છે. ધર્મ પુછીને હિન્દુઓને ગોળી મારવામાં આવી, આતંકવાદીઓ પાકિસ્તાન કટ્ટરવાદીઓના સહયોગથી હુમલા કરે છે તેવુ પણ નિવેદન નીતિન પટેલે આપ્યું છે. આખા દેશમાં હુમલા થયા બાદ ગુસ્સો જોવા મળ્યો છે. હિન્દુઓ ઈચ્છે છે કે મોદી સરકાર હુમલાનો જડબાતોડ જવાબ આપે. સરકાર એરસ્ટ્રાઈક કરી હતી તેનાથી પણ વધુ સારી રીતે પાઠ ભણાવે તેવી માગ નીતિન પટેલે કરી છે.
મોરારી બાપુએ મૃતકોના પરિવાર માટે કરી સહાયની જાહેરાત
પહેલગામમાં થયેલ આતંકી હુમલાની મોરારીબાપુએ નિંદા કરી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ આપી છે. ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે. શ્રદ્ધાંજલિ આપતા મોરારીબાપુ ભાવુક થઈ ગયા હતા. મોરારીબાપુએ મૃતકોના પરિવારોને 5 લાખ આપવાની જાહેરાત કરી છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર ભાવનગરના પિતા-પુત્ર મોરારીબાપુની કથા સાંભળવા માટે ગયા હતા. ત્યારે આંતકવાદી હુમલામાં તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે 27 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
