સતત ફ્લોપ ફિલ્મો આપનારા આ બોલિવૂડ એક્ટરે એક સમયે બોક્સ ઓફિસ પર છાપ્યા હતા ‘1900 કરોડ’
હાલના સમયમાં બોલિવૂડના ખિલાડીની ફિલ્મો ભલે ફ્લોપ થઈ રહી હોય પરંતુ એક સમય એવો હતો કે ખિલાડી કુમારે બોક્સ ઓફિસ પર 1900 કરોડ છાપ્યા હતા. તો ચાલો જાણીએ, ખિલાડી કુમારની ટોચની 5 ફિલ્મો વિશે કે જેણે બોક્સ ઓફિસ પર 1900 કરોડ છાપ્યા.

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષયે પોતાના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. એવામાં અક્ષયની આ 5 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સનસનાટી બોલાવી હતી. તો ચાલો જાણીએ, અક્ષયની ટોચની 5 ફિલ્મો વિશે કે જેણે બોક્સ ઓફિસ પર 1900 કરોડ છાપ્યા.

2.0:- અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ '2.0' 2018માં રિલીઝ થઈ હતી. એસ શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં એમી જેક્સન પણ જોવા મળી હતી. નિર્માતાઓએ 2.0 પર લગભગ 500 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જણાવી દઈએ કે, આ ફિલ્મે વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ અક્ષયના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

ગુડ ન્યૂઝ:- 'ગુડ ન્યૂઝ'માં અક્ષય કુમારની સાથે કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી જેવી અદભૂત સ્ટાર કાસ્ટ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી હતી. ગુડ ન્યૂઝ ફિલ્મે કુલ 316 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. IMDb પર મૂવીનું રેટિંગ પણ 6.8 છે. અક્ષયની આ ટોચની 5 ફિલ્મોમાં ગુડ ન્યૂઝને સૌથી વધુ IMDB રેટિંગ મળ્યું છે.

હાઉસફુલ 4:- અક્ષય કુમારે પોતાના કરિયરમાં ઘણી કોમેડી ફિલ્મો આપી છે. જેમાં હાઉસફુલ ફ્રેન્ચાઇઝીનો પણ સમાવેશ થાય છે. આ ફ્રેન્ચાઇઝીની બધી ફિલ્મો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. એવામાં 'હાઉસફુલ 4'ને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 296 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સૂર્યવંશી:- રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 5 નવેમ્બર 2021ના રોજ દિવાળી પર રિલીઝ થઈ હતી. સૂર્યવંશીએ ભારતમાં 195.55 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 293 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જણાવી દઈએ કે, સૂર્યવંશી રિલીઝ થઈ તે દરમિયાન કોવિડનો ફેઝ ચાલી રહ્યો હતો. એવામાં આ ફિલ્મે દર્શકોના ચહેરા પર એક અલગ જ ખુશી આપી હતી.

મિશન મંગલ:- મિશન મંગલ એક અક્ષયની મલ્ટીસ્ટારર ફિલ્મ છે. આમાં વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, શરમન જોશી, તાપસી પન્નુ અને કીર્તિ કુલહારી જેવા કલાકારોએ અક્ષય સાથે સ્ક્રીન શેર કરી હતી. 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 290 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને IMDb પર 6.5 રેટિંગ મળેલ છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
