AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના 'સુવર્ણ યુગ'ની એક 'સુવર્ણ સફર', જુઓ Video

સોનાના ‘સુવર્ણ યુગ’ની એક ‘સુવર્ણ સફર’, જુઓ Video

| Updated on: Apr 22, 2025 | 8:30 PM
Share

ગુજરાત સહિત આખા દેશમાં સોનાનો ભાવ ભારે ઊછાળે પહોંચ્યો છે. હવે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું સપના જેવું થઈ ગયું છે. ગુજરાતમાં સોનાનો ભાવ હવે 1 તોલા પર ₹1,02,090 સુધી પહોંચી ગયો છે.

ગુજરાત સહિત આખા દેશમાં સોનાનો ભાવ ભારે ઊછાળે પહોંચ્યો છે. હવે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું સપના જેવું થઈ ગયું છે. ગુજરાતમાં સોનાનો ભાવ  1 તોલા પર ₹1,02,090 સુધી પહોંચી ગયો છે. 2024માં જ્યાં ભાવ ₹77,913 હતો, ત્યાં હવે 2025માં સોનું ₹1 લાખને પાર પહોંચી ગયું છે.

સોનાની આ સુવર્ણ સફર વિશે વાત કરીએ તો, વર્ષ 1980માં સોનું માત્ર ₹1,330 હતું જ્યારે વર્ષ 1996માં સોનું ₹5,160 હતું. વર્ષ 2007માં સોનું ₹10,800 પર પહોંચી ગયું હતું અને વર્ષ 2011માં સોનાનો આ ભાવ ₹26,400 પર ગયો હતો. વર્ષ 2018માં સોનાનો ભાવ ₹31,438 પર અડી ગયો અને વર્ષ 2020માં તો સોનું ₹48,651ના ટોચે આવી ગયું હતું. તદુપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં ₹52,670, વર્ષ 2023માં ₹65,330 અને હવે તો વર્ષ 2025માં સોનું ₹1,02,090ની ટોચે આવી ગયું છે.

વધતાં ભાવે હાલ બજારમાં ખરીદી ઝડપથી ઘટી રહી છે. લોકોએ સોનામાં રોકાણ કરતા પહેલાં હવે વારંવાર વિચારવું પડી રહ્યું છે.

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Published on: Apr 22, 2025 08:21 PM
g clip-path="url(#clip0_868_265)">