IPL 2025 Points Table :પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ, ગુજરાત ટાઇટન્સની જીતે આખું સમીકરણ બદલી નાખ્યું
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાશિદ ખાને બે-બે વિકેટ લઈને KKRને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન પર રોકી દીધું હતુ.ગુજરાત ટાઈટન્સની જીતે પોઈન્ટ ટેબલનું આખું સમીકરણ બદલી નાંખ્યું છે. તો ચાલો જોઈએ કઈ ટીમ ક્યાં સ્થાને છે.

આઈપીએલ 2025ની 39મી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે 39 રનથી જીત મેળવી છે.પ્રસિદ્ધ કૃષ્ણ અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી. આ સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે.કેકેઆરની હારથી ટીમ પર દબાવ પણ વધી ગયો છે. ટોપ 4 ટીમ આઈપીએલમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. જેમાં ગુજરાત,દિલ્હી, આરસીબી અને પંજાબ કિંગ્સની ટીમ ટોપ 4માં હાલમાં છે.

પોઈન્ટ ટેબલમાં આરસીબી, પંજાબ અને લખનૌ વચ્ચે જોરદાર ટકકર જોવા મળી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ ધીમે ધીમે પોઈન્ટ ટેબલમાં આગળ આવી રહી છે. 8 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા સ્થાને છે. તો પંજાબ,આરસીબી અને લખનૌની ટીમ 8માંથી 5 જીત સાથે ક્રમશ ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલના પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે 16 પોઈન્ટ જરુરી હોય છે. 8 મેચ જીતવાની જરુર હોય છે.

ગુજરાત ટાઈટન્સની ટીમે 8માંથી 6 જીત મેળવી 12 પોઈન્ટ કરી લીધા છે. તે પ્લેઓફની નજીક જોવા મળી રહી છે. દિલ્હીએ 7માંથી 5 મેચ જીતી 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હીની ટીમને ક્વોલિફાય માટે 3 મેચ જીતવાની જરુર છે.

આરસીબીની ટીમ પણ આ વખતે સારું પ્રદર્શન કરી રહી છે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આરસીબીને 3 જીતની જરુર છે. પંજાબ કિંગ્સની ટીમ 5 જીત મેળવી ચોથા સ્થાને છે. ક્વોલિફાય કરવા માટે તેમણે પણ 3 મેચ જીતવી પડશે.

રાજસ્થાન અને સીએસકેની ટીમે 8માંથી માત્ર 2 મેચ જીતી છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે 6 મેચ જીતવાની રહેશે. હૈદરાબાદે 7માંથી 2 મેચ જીતીછે. ક્વોલિફાય થવા માટે 7માંથી 6 જીતની જરુર છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
