જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર એ ભારતના ઉત્તરભાગમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર 1952 થી 2019 સુધી એક રાજ્ય હતું, પરંતુ 2019 માં કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારબાદ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ. જ્યારે, 20મી સદીમાં, કાશ્મીરનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગ ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે. તેમાં જમ્મુ ડિવિઝન, કાશ્મીર ડિવિઝન અને લદ્દાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. જે બાદમાં અલગ થઈ ગયા હતા. વર્ષ 2008માં આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આઠ જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જેમાં કિશ્તવાડ, રામબન, રિયાસી, સાંબા, બાંદીપોરા, ગાંદરબલ, કુલગામ અને શોપિયાંનો સમાવેશ થાય છે.

Read More

માત્ર 3 કલાકમાં જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ, જાણો ટાઈમ ટેબલ અને રૂટ

રેલવેએ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન 3 કલાક 10 મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે.

કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, બ્રિટિશ શાસન દરમિયાન ઇતિહાસમાં લખાયેલી આપણા દેશની વ્યાખ્યા તેમની અજ્ઞાનતાને કારણે ખોટી હતી. દિલ્હીમાં બેસીને ઈતિહાસ લખાતો નથી, ત્યાં જઈને સમજવો પડે છે. શાસકોને ખુશ કરવા ઈતિહાસ લખવાનો સમય પૂરો થઈ ગયો છે. હું ભારતના ઈતિહાસકારોને અપીલ કરું છું કે તેઓ પુરાવાના આધારે ઈતિહાસ લખે.

ભારતના એ ગામ, જ્યાં ગર્ભવતી થવા આવે છે વિદેશી મહિલાઓ !

ભારતમાં કેટલાક એવા ગામો છે, જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ માત્ર ફરવા જવા સિવાય કંઈક બીજું છે. લોકો આ ગામોમાં પહાડો, પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃતિ જોવા તો આવે જ છે, પરંતુ કેટલાક લોકો અન્ય કારણોસર પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

J-K: પૂંચમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, 5 જવાન શહીદ, 10 ઘાયલ

india army poonch valley tragedy: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. મેંધાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલું સૈન્ય વાહન અચાનક ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જ્યારે 10થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે બરફવર્ષા, પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ, જુઓ ફોટા

ભારતના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. શિમલા, મનાલી, ઔલી, કેદારનાથ, બદ્રીનાથ અને કાશ્મીર જેવા સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાન મીડિયાના જૂઠ્ઠાણાને ભારતે દુનિયાભરમાં ખુલ્લા પાડ્યાં

ભારતના વિદેશ મંત્રાલયે, પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો છે કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર પર ઠરાવ લાવ્યા હતા અને તેને પસાર પણ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ વાર્ષિક દરખાસ્ત છે, જે ત્રીજી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી અને મતદાન કર્યા વિના સ્વીકારવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા દ્વારા આ સંબંધે ભ્રામક રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે.

Travel With Tv9 : નાતાલની રજાઓમાં Snowfallની મજા માણવા જમ્મુ-કાશ્મીરનો કરો પ્રવાસ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં જમ્મુ-કાશ્મીર ફરી શકાય.

માતા વૈષ્ણોદેવી દર્શન કરવા જવાના છો ? તો આ સમાચાર તમારા માટે છે, જાણો

જમ્મુ અને કાશ્મીરના કટરામાં વૈષ્ણો દેવી મંદિર માટે પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ સેંકડો લોકોએ પ્રદર્શન કર્યું. માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિએ 18 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી છે, કારણ કે સ્થાનિક લોકોને આશંકા છે કે તેનાથી તેમની આજીવિકા પર અસર પડશે. આ અંગે પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ કહ્યું કે વિરોધ રોપ-વે સામે છે, મંદિરના બોર્ડ સામે નથી.

દિલ્હી બન્યુ કાશ્મીર અને કાશ્મીર બન્યુ દિલ્હી, જાણો કેટલુ થયુ તાપમાન

દેશની રાજધાનીમાં હવામાન તેની પેટર્ન બદલવા લાગ્યુ છે. દિલ્હીમાં કડકડતી ઠંડીના કારણે લોકો થરથરી રહ્યા છે. નવી દિલ્હી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર, ગુરુવારે (12 ડિસેમ્બર) દિલ્હીના પુસામાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. જે જમ્મુ-કાશ્મીર કરતા પણ ઓછુ હતુ. જમ્મુ-કાશ્મીરમાં દિલ્હી કરતા વધુ તાપમાન નોંધાયુ હતુ.

આ એક નિર્ણય જેણે POK માં ભડકાવી વિદ્રોહની આગ, પાકિસ્તાનને પીછેહઠ કરવાની પડી હતી ફરજ

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારના એક વટહુકમ સામે ભડકેલી બળવાની આગ હવે શમી ગઈ છે. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સરકારે તે કાયદો રદ કર્યો છે. આ પછી દેખાવકારોએ તેમનું પ્રદર્શન બંધ કરી દીધું હતું. જાણો આખરે તે વટહુકમ શું હતો?

Travel Tips: ઓછા પૈસામાં પણ સ્નોફોલની માણો મજા, એકદમ સસ્તામાં તમે માણી શકશો ભરપૂર આનંદ

જો તમે સ્નોફોલ માણવાના શોખીન છો તો તમે ભારતમાં રહીને પણ ઓછા બજેટમાં બરફવર્ષાનો આનંદ લઈ શકો છો. ભારતમાં તમે આ સ્થળોએ એકદમ લો બજેટમાં પણ ફરી શકો છે. જ્યા તમને સ્નોફોલ તો મળશે સાથોસાથ ત્યાની ઓથેન્ટિક વાનગીની મજા પણ માણી શકશો.

Travel tips : Snowfall જોવો છે તો પહોંચી જાવ આ સ્થળે, અહીં ચારે બાજુ બરફના ડુંગર જોવા મળશે

શિયાળાની ઋતુ શરુ થતાં જ લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. આમાં પણ કેટલાક લોકો સ્નોફોલ જોવા માટે લોકો પ્લાન બનાવતા હોય છે. તો ચાલો જાણીએ ભારતમાં સ્નોફોલ માટે બેસ્ટ સ્થળો ક્યા છે.

કાશ્મીરમાં કેસરનો પાક તૈયાર, પમ્પોરમાં પ્રસરી સુગંધ, જુઓ તસવીરો

પુલવામા જિલ્લાના પમ્પોરમાં આજકાલ કેસરની સુગંધ પ્રસરી રહી છે. પમ્પોરના ખેતરો કેસરના પાકથી લહેરાઈ રહ્યાં છે. કેસરનો પાક ઉગાડતા ખેડૂતોએ કેસરની લણણીની શરૂઆત કરી છે. કાશ્મીરનું કેસર ગુણવત્તામાં શ્રેષ્ઠ કેસર ગણાય છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર

શ્રીનગર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના બડગામમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવારે બડગામના મગામના મઝમા વિસ્તારમાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી દીધી હતી. ગોળીબારમાં બહારના બંને મજૂરો ઘાયલ થયા હતા. આ કામદારો જલ જીવન પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરતા હતા.

ટેન્ક, NSG કમાન્ડો અને AIની મદદથી સેનાએ આ રીતે અખનૂરમાં 3 આતંકવાદીઓને ખતમ કર્યા, જુઓ ફોટા

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સોમવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. કેરી બટ્ટલ વિસ્તારમાં સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ થયું હતું. આ પછી આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">