Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.

તે વિશ્વ ક્રિકેટની એવી કેટલીક ટીમોમાંની એક છે જેને 1000 થી વધુ વનડે રમવાનો અનુભવ છે. એકંદરે, ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલમાં લગભગ 1800 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે.

હાલમાં તેનો કેપ્ટન રોહિત શર્મા છે અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. ભારતીય ટીમે ક્રિકેટ બોર્ડ પર ઘણી લાંબી સફર કરી છે અને આ સમયગાળા દરમિયાન તેણે બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે – 1983 અને 2011માં, જ્યારે T20 વર્લ્ડ કપ એક વખત 2007માં. ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.

Read More

Travel Tips : આ ફેમસ ક્રિકેટરોની પોતાની રેસ્ટોરન્ટ છે, પરિવાર સાથે મુલાકાત લો, એક તો રાજકોટમાં આવેલી છે રેસ્ટોરન્ટ

જો તમે ક્રિકેટના મોટા ચાહક છો તો આજે અમે તમને કેટલીક એવી રેસ્ટોરન્ટ વિશે વાત કરીશું. જેના માલિક ખુબ ક્રિકેટરો છે. જેમાં વિરાટ કોહલીથી લઈ ફેમસ ક્રિકેટરોના નામ સામેલ છે. તમે પરિવાર કે ફ્રેન્ડ સાથે અહી જવાનો પ્લાન બનાવી શકો છો.

Chahal-Dhanashree Divorce : યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે

22 માર્ચથી આઈપીએલની શરુઆત થઈ રહી છે. તો 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન સીઝનમાં પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ પણ નજર આવી શકે છે. 20 માર્ચ આજે છૂટાછેડા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

વિદેશ પ્રવાસમાં પરિવારજનોને સાથે ન લઈ જવા અંગે ખેલાડીઓમાં બળવા જેવી સ્થિતિ સર્જાતા આખરે ઝૂક્યું BCCI !

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં એક નિયમ બનાવ્યો હતો કે ખેલાડીઓ લાંબા વિદેશી પ્રવાસ પર થોડા સમય માટે જ તેમના પરિવારને સાથે લઈ જઈ શકશે, પરંતુ હવે આ મામલે એક નવો નિયમ આવવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, BCCI એક નવો નિયમ બનાવવા જઈ રહ્યું છે, જાણો તે શું છે?

મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી … IPL 2025 પહેલા શ્રેયસ અય્યરનું મોટું નિવેદન

તાજેતરમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનાવવામાં શ્રેયસ અય્યરે મોટી ભૂમિકા ભજવી હતી છે. ગયા વર્ષે તેણે પોતાની કેપ્ટનશીપમાં KKRને IPL ચેમ્પિયન પણ બનાવ્યું હતું. હવે ફરી શ્રેયસ અય્યર IPL 2025માં ધમાલ મચાવવા તૈયાર છે, જોકે આ વખતે તે કોલકાતા નહીં પણ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. જો કે IPL સિઝન શરૂ થતા પહેલા તેને મોટું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

IPL 2025 પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર, ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા રમશે વધુ 2 મેચ

IPL 2025 પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જે 20 જૂનથી શરૂ થવાની છે. આ ટેસ્ટ શ્રેણીમાં સફળતા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બે પ્રેક્ટિસ મેચ રમવા જઈ રહ્યા છે, જેના સંદર્ભમાં મોટા સમાચાર સામે આવ્યા છે.

BCCIના નવા નિયમથી દુ:ખી છે વિરાટ કોહલી, કહ્યું એકલો બેસી ઉદાસ થવા માંગતો નથી

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આરસીબી સ્પોર્ટસ સમિટ દરમિયાન કહ્યું પરિવારની હાજરી ખુબ મહત્વની હોય છે. તેને લાગે છે કે, પરિવાર જ્યારે સાથે હોય છે ત્યારે ખેલાડીઓને મદદ મળે છે.

Virat Kohli : T20 માંથી નિવૃત્તિ બાદ ફરી વાપસી કરવા માટે તૈયાર વિરાટ કોહલી, રાખી એક ખાસ શરત

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ હવે તેણે ફરીથી T20 ઈન્ટરનેશનલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેણે આ માટે એક શરત મૂકી છે.

Virat Kohli : ‘કદાચ હું ફરી નહીં રમીશ…’ IPL 2025 પહેલા વિરાટ કોહલીએ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ હાલમાં IPL 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. IPL 2025 સિઝન શરૂ થાય તે પહેલા ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના એક કાર્યક્રમ દરમિયાન તાજેતરના ફોર્મ વિશે પૂછવામાં આવ્યા બાદ વિરાટ કોહલીએ જે જવાબ આપ્યો તેનાથી ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.

આ યુવા સ્ટાર ઓલરાઉન્ડર IPL 2025 માટે ફિટ જાહેર, તેના યો-યો ટેસ્ટ સ્કોરે મચાવી દીધો હંગામો

IPL 2025 પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. ફિઝિયોએ આ ખેલાડીને IPLમાં રમવાની પરવાનગી આપી છે. આ ખેલાડી વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન ઘાયલ થયો હતો. આ યુવા સ્ટારે ઈજા બાદ યો-યો ટેસ્ટમાં ગજબ સ્કોર મેળવી હંગામો મચાવી દીધો છે.

Team India Test Match Captain : ઇંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાને મળશે નવો કેન્ટન ? સામે આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયા જૂનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ દરમિયાન, રોહિત શર્મા કેપ્ટન રહેશે કે નહીં, તે અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો અનુસાર અંતિમ નિર્ણય લઇ લેવામાં આવ્યો છે. BCCIના અધિકારીઓ અને સિલેક્ટરો નજીકના સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

ટીમ ઈન્ડિયાના ખેલાડીને ફોન પર ધમકીઓ મળી, બાઇક પર પીછો કરવામાં આવ્યો, ડિપ્રેશનમાં આવી ગયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતીય ખેલાડીઓ માટે એક યાદગાર ટુર્નામેન્ટ હતી. આ વખતે ટીમ ઈન્ડિયાએ કોઈપણ મેચ હાર્યા વિના ખિતાબ જીત્યો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શાનદાર જીત બાદ, ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ચોંકાવનારો ખુલાસો કર્યો. આ ખેલાડીએ જણાવ્યું કે 2021ના T20 વર્લ્ડ કપમાં હાર બાદ તેને ફોન પર ભારત પાછા ન ફરવાની ધમકીઓ મળી હતી.

‘દુનિયામાં બસ…’, ગૌતમ ગંભીરે આ ગુજરાતી ક્રિકેટરને ODI ક્રિકેટનો ‘સૌથી મહાન’ ખેલાડી ગણાવ્યો

ગૌતમ ગંભીરે ODI ટીમનો સૌથી મૂલ્યવાન ખેલાડી પસંદ કર્યો, ગંભીર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 દરમિયાન બે મહિના માટે કોચિંગમાંથી વિરામ લેશે.

ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી કોને થશે કરોડોનું નુકસાન? જાણો

BCCI ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી શકે છે. હવે આનો ફાયદો કોને થશે અને કોને નુકસાન થશે. તો હવે ખબર પડશે. BCCI આ ખેલાડીઓને બહાર કરીને કેટલાક નવા ચેહરાને તક આપી શકે છે.

ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીએ પત્ની સાથે ડાન્સ કર્યો, જુઓ, VIDEO

ઋષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્નમાં સામેલ થવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની પત્ની સાથે મસુરી પહોંચ્યો હતો. બંન્ને ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.હાર્ડી સંધુના પરફોર્મન્સ દરમિયાન બંન્ને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંન્નેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

‘મને ઓળખ ન મળી’… ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ શ્રેયસ અય્યરે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને દિલની વાત હવે જીભ પર આવી ગઈ હતી. શ્રેયસ અય્યરે કહ્યું છે કે ઘણું બધું કરવા છતાં તેને ઓળખ મળી નથી. જાણો ટીમ ઈન્ડિયાના આ ડેશિંગ બેટ્સમેને આવું કેમ કહ્યું?

g clip-path="url(#clip0_868_265)">