રોહિત શર્મા
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. વર્ષ 2022 માં રોહિત શર્મા ક્રિકેટના તમામ ત્રણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માની ફક્ત આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં જ નહી પરંતુ આઇપીએલમાં પણ એક સફળ કેપ્ટન તરીકે ઓળખ છે, તેના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડીયન્સે પાંચ આઇપીએલ ખિતાબ જીત્યા. રોહિતે વર્ષ 2007માં ટી-20 અને વન-ડે ક્રિકેટમાં જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. તેણે નવેમ્બર 2023ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 582 છગ્ગાનો રેકોર્ડ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ફોર અને સિક્સ ફટકારવાની સ્કિલના કારણે તે ‘હિટમેન’ તરીકે પણ ઓળખાય છે. 2023 ક્રિકેટ વન-ડે વિશ્વ કપમાં ભારત રોહિતના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.