Travel Tips : ગુજરાતનો આ બીચ માલદીવ્સને પણ ટકકર આપે છે, ઓછા બજેટમાં બનાવી લો પ્લાન
જો તમે પણ આ વખતે ગુજરાતમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો ગુજરાતના આ સુંદર દરિયાકિનારાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ બીચ ગોવા અને કેરળના બીચને પણ ટુંકુ પાડે છે.

ગુજરાત ભારતતનું એક એવું રાજ્ય છે. જે ફરવા માટે ખુબ સુંદર છે. ગુજરાતમાં કેટલાક એવા ફરવા લાયક સ્થળો આવેલા છે. જ્યાં તમે ઉનાળાના વેકેશનમાં પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. આજે આપણે ગુજરાતના સુંદર અને સાફ તેમજ વેકેશન માટે પરફેક્ટ બીચ વિશે વાત કરીશું.

ઘણા લોકોને દરિયા કિનારે ફરવાનો ખૂબ શોખ હોય છે. દરિયાકિનારાનું નામ આવતા જ મોટાભાગના લોકો ગોવા અને કેરળ જવાનું પસંદ કરે છે. ગુજરાતના કેટલાક દરિયાકિનારાની મુલાકાત પણ તમે લઈ શકો છો.

ગુજરાતના પોરબંદરનો ચોપાટી બીચ સૌથી શાંત છે. અમદાવાદથી 394 કિલોમીટર દુર આવેલો છે. પરિવાર સાથે આ બીચ વેકેશન માટે બેસ્ટ માનવામાં આવે છે.

આમ તો માધવપુર શ્રી કૃષ્ણ અને રુક્મિણીનો વિવાહ પ્રસંગ માટે ફેમસ છે. પરંતુ માધવપુર બીચ ફરવા માટે પણ બેસ્ટ અને શાંત સ્થળ છે.અહી મોટી સંખ્યામાં લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ આવતા હોય છે.

અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર સ્થિત દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહી મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. તમે પણ પરિવાર સાથે દ્વારાકધીશ મંદિરની સાથે બીચ પર જવાનો પ્લાન બનાવી શકો છે. દ્વારકાથી ખુબ નજીક શિવરાજ પુર બીચ આવેલ છે.

ગોપનાથ બીચ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે. આ બીચના કિનારે ગોપનાથ મહાદેવનું મંદિર પણ છે. આ બીચ ખૂબ જ સુંદર છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
