ડિપ્લોમેટિક સ્ટ્રાઈક : પાકિસ્તાનને તારાજ કરી નાખે તેવા પાંચ રાજદ્વારી નિર્ણયો ભારતે CCS બેઠકમાં કર્યા
વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામ બાઈસરનમાં થયેલા આતંકી હુમલો સરહદ પારથી કરાવવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી છે. પહેલગામ આતંકી હુમલામાં લોકોને નામ પુછી પુછીને ગોળી મારવામાં આવી હતી. એક પ્રકારનુ ટાર્ગેટ કિંલીગ છે. સેનાની ત્રણેય પાંખને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામના બાઈસરન ખાતે ગઈકાલ મંગળવારે કરાયેલા આતંકી હુમલા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં બહુ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં સૌથી મોટો નિર્ણય એ છે કે, પાકિસ્તાનને સિંધુ જળ સંધિ અંતર્ગત જે પાણી આપવામાં આવે છે તે જળસંધિ જ રદ કરી નાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત અટારી વાધા સરહદ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો પણ નિર્ણય કરાયો છે.
સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયોની જાણકારી આપતા વિદેશ વિભાગના પ્રવકત્તાએ કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના કર્મચારીઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન હાઈ કમિશનની સંખ્યા ઘટાડી નાખવામાં આવી છે. હવે પાકિસ્તાન હાઈ કમિશનના 5 સપોર્ટ સ્ટાફને દૂર કરવા કહી દેવામાં આવ્યું છે. ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન પહેલગામ આતંકી હુમલાને સમર્થન આપી રહ્યું હોવાથી સેનાના ત્રણેય પાંખને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાકિસ્તાનથી વિઝા લઈને ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવા આદેશ આપવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામ બાઈસરનમાં થયેલા આતંકી હુમલો સરહદ પારથી કરાવવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી છે. પહેલગામ આતંકી હુમલામાં લોકોને નામ પુછી પુછીને ગોળી મારવામાં આવી હતી. એક પ્રકારનુ ટાર્ગેટ કિંલીગ છે. સેનાની ત્રણેય પાંખને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. આ હિચકારા હુમલામાં, ગુજરાતના 3 સહિત કુલ 26 લોકોના મોત થયા હતા.
જાણો કયા નિર્ણયો લેવામાં આવ્યા
- 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત રહેશે, જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.
- ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે, જેમણે માન્ય મંજૂરી સાથે સરહદ પાર કરી છે તેઓ 1 મે 2025 પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.
- પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા એક્ઝેમ્પ્શન સ્કીમ (SVES) વિઝા હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SVES વિઝા રદ ગણવામાં આવશે. SVES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
- નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
- ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પાછા ખેંચશે. સંબંધિત હાઇ કમિશનમાં આ જગ્યાઓ નાબૂદ ગણવામાં આવશે.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misry says, “The Defence/Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared Persona Non Grata. They have a week to leave India. India will be withdrawing its own Defence/Navy/Air Advisors from the… https://t.co/qGEQUfHwlZ pic.twitter.com/yziqd7PLtI
— ANI (@ANI) April 23, 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં સંરક્ષણ/લશ્કરી, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે. ભારત ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનમાંથી તેના સંરક્ષણ/નૌકાદળ/હવાઈ સલાહકારોને પાછા બોલાવશે. આ પદોને સંબંધિત હાઈ કમિશનમાં નાબૂદ ગણવામાં આવશે. બંને હાઈ કમિશનમાંથી સર્વિસ એડવાઈઝર્સના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા બોલાવવામાં આવશે. 01 મે 2025 સુધીમાં વધુ ઘટાડા દ્વારા હાઈ કમિશનની કુલ સંખ્યા વર્તમાન 55 થી ઘટાડીને 30 કરવામાં આવશે.”
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.