AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terrorist Attack : કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયાએ CM સાથે કરી વાત, ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

Pahalgam Terrorist Attack : કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયાએ CM સાથે કરી વાત, ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2025 | 2:29 PM
Share

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના પણ મોત થયા છે. કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયાએ CM સાથે વાતચીત કરી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે.કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રના પણ મોત થયા છે. કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયાએ CM સાથે વાતચીત કરી છે. મુંબઈથી એર એમ્બ્યુલન્સથી મૃતદેહો ભાવનગર લવાશે.

પિતા-પુત્રના મૃતદેહોને તાત્કાલિક ભાવનગર લઈ જવાશે. ગુજરાતના અન્ય પ્રવાસીઓને પણ વિશેષ ફ્લાઈટમાં ગુજરાત લવાશે. આતંકી હુમલામાં ભાવનગરના સુમિત અને યતિશ પરમારના મોત થયા છે. સ્વજનોના આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

તો બીજી તરફ ભાવનગરના વિનોદ ડાભી આતંકી હુમલામાં ઘાયલ થયા છે. આંતકી હુમલામાં વિનોદ ડાભીને હાથમાં ગોળી વાગી છે. વિનોદ ડાભી જમ્મુ -કાશ્મીરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી અનુસાર ભાવનગરથી 20 લોકોનું ગ્રુપ કાશ્મીર ફરવા માટે ગયા હતા. જેમાંથી 2 લોકોના મોત થયા છે.

મહત્વનું છે કે ભાવનગરથી 20 જેટલા લોકો મોરારીબાપુની કથા શ્રવણ અર્થે જમ્મુ-કાશ્મીર ગયા હતા. ગઈકાલે પ્રકૃતિ દર્શને ગયેલા લોકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ભાવનગરના કાળીયાબીડ નંદનવન સોસાયટી શેરી નંબર-7માં રહેતા પિતા-પુત્રના મોત થયા છે. 16 એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેનમાં યતિશ પરમાર, તેમની પત્ની કાજલ પરમાર અને પુત્ર સ્મિત પરમાર પણ મોરારીબાપુની સપ્તાહ સાંભળવા ગયા હતા. હુમલામાં પિતા યતિશ પરમાર અને પુત્ર સ્મિત પરમારનું મોત થયું છે. પિતા-પુત્રના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">