Blue Sky : દિવસ દરમિયાન આકાશ વાદળી કેમ દેખાય છે? જાણો તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક
શું તમને ખબર છે કે આપણે આકાશને વાદળી કેમ જોતા હોઈએ છીએ, જો નહી, તો આ લેખ તમારા માટે જ છે. અહીં આપણે વૈજ્ઞાનિક રીતે આકાશના રંગ પાછળનું રસપ્રદ કારણ સમજીએ.

સૂર્યના પ્રકાશમાં વિવિધ રંગો હોય છે, જેમ કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. આ બધા રંગો સાથે મળીને સફેદ પ્રકાશ બને છે. (Credits: - Canva)

જ્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશે છે, ત્યારે તે હવામાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા અણુઓ સાથે અથડાઈને વિખેરાય છે. આ ઘટનાને રેલે સ્કેટરિંગ (Rayleigh scattering) કહે છે. (Credits: - Canva)

નાની તરંગલંબાઈના રંગો (જેમ કે નિલો અને વાદળી) વધુ પ્રમાણમાં વિખેરાય છે, જ્યારે મોટી તરંગલંબાઈના રંગો (જેમ કે લાલ અને પીળો) ઓછા વિખેરાય છે. આ વિખેરાવને “રેલે સ્કેટરિંગ” કહેવામાં આવે છે. (Credits: - Canva)

જે રંગો વધુ વિખેરાય છે તે આપણાં આંખ સુધી વધારે માત્રામાં પહોંચે છે. તેથી આકાશ વાદળી દેખાય છે , કેમ કે વાદળી રંગ (blue)ની તરંગલંબાઈ નાની હોવાથી તે વધારે વિખેરાય છે. (Credits: - Canva)

સવારે (સૂર્યોદય) અને સાંજે (સૂર્યાસ્ત) સમયે, સૂર્યના કિરણોને પૃથ્વીના વાયુમંડળમાંથી ઘણી લાંબી યાત્રા કરવી પડે છે.આ લાંબી યાત્રા દરમ્યાન, વારંવાર સ્કેટરિંગ થાય છે. નાની તરંગલંબાઈ ધરાવતાં રંગો ખાસ કરીને વાદળી અને નિલા પહેલેથી જ સ્કેટર થઈ જાય છે અને આપણાં સુધી પહોંચતા નથી.પરિણામે, લાલ અને નારંગી રંગો, જેમની તરંગલંબાઈ મોટી છે અને જે ઓછું વિખેરાય છે, એ આપણા સુધી પહોંચે છે. એટલે જ સવારે અને સાંજે સૂર્ય અને આસપાસનું આકાશ લાલ કે નારંગી રંગનું દેખાય છે. (Credits: - Canva)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
