Women’s health : શું હોય છે પેઈનલેસ ડિલિવરીની પ્રોસેસ,જાણો કઈ મહિલાઓ માટે ફાયદાકારક
કદાચ આ દુનિયામાં પ્રસૂતિ પીડાથી વધુ પીડાદાયક કંઈ નથી. કહેવાય છે કે, બાળકને જન્મ આપવા જેટલું દુઃખ બીજું કંઈ નથી આપતું. પ્રસૂતિના દુખાવાને ઓછો કરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પેઈનલેસ ડિલિવરી (એપિડ્યુરલ ડિલિવરી)એ એક એવી તકનીક છે જે નોર્મલ ડિલિવરી દરમિયાન દુખાવો ઓછો કરે છે અથવા દૂર કરે છે. તો આજે આપણે પેઈનલેસ ડિલિવરી વિશે વાત કરીશું.

દુનિયાભરમાં ડિલિવરીના દુખાવાને ઓછો કરવા માટે અનેક પદ્ધતિઓનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ તમારા માટે એ જાણવું હજુ પણ મહત્વપૂર્ણ છે કે આવો વિકલ્પ અસ્તિત્વમાં છે.વિદેશમાં પ્રસૂતિ દરમિયાન થતાં દુખાવાને ઓછો કરવા માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

પ્રેગ્નેન્સીના 9 મહિના પુરા થયા બાદ જેમ-જેમ ડિલિવરીનો સમય નજીક આવે છે.દરેક મહિલાઓ ચિંતામાં આવી જાય છે. પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં મહિલાઓને ડિલિવરી દરમિયાન દુખાવો, ક્રૈમ્પસ તેમજ અન્ય પરેશાનીઓ મગજમાં ચાલતી હોય છે.

ડિલિવરી દરમિયાન થતોં દુખાવો ખુબ જ ખતરનાક હોય છે.એટલા માટે મહિલાઓના મનમાં ડર હોય છે. પરંતુ સમયની સાથે સાથે જેમ જેમ મેડિકલ સાયન્સ વિકસિત થયું છે. હવે મહિલાઓની પાસે પેઈનલેસ ડિલિવરીનો ઓપ્શન પણ આવી ગયો છે. પેઈનલેસ ડિલિવરી (Pain-Free Delivery)ને મેડિકલ ભાષામાં એપિડ્યુરલ ડિલિવરી કહેવામાં આવે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર પેઈનલેસડિલિવરી દરમિયાન મહિલાઓને થતો દુખાવો ઓછો કરવા માટે (Epidural Anesthesia)નો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર ડિલિવરી માટે જ્યારે મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારે ડોક્ટર તેની સર્વિક્સને ચેક કરે છે. ત્યારબાદ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન સ્ત્રીના શરીરને સંપૂર્ણપણે સુન્ન કરી દે છે. જેના કારણે સ્ત્રીઓને ડિલિવરી દરમિયાન ખૂબ જ ઓછો અથવા કોઈ દુખાવો થતો નથી.

પેઈનલેસ ડિલિવરી માટે સૌથી પહેલા મહિલાની મેડિકલ હિસ્ટ્રી અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવે છે. ઇન્જેક્શન આપવાથી લઈ સમગ્ર પ્રોસેસમાં ડોક્ટરને અંદાજે 15 થી 20 મિનિટનો સમય લાગે છે.

નોર્મલ ડિલિવરીના મુકાબલે પેઈનલેસડિલિવરીમાં મહિલાઓ ઓછી અગવડતા અનુભવે છે. અસહ્ય દુખાવાના કારણે કેટલીક મહિલાઓ સી-સેક્શનનો વિકલ્પ પસંદ કરે છે પરંતુ એપિડ્યુરલ (પેઈનલેસ ડિલિવરી)ના કારણે નોર્મલ ડિલિવરીના ચાન્સ વધારે છે.પેઈનલેસ ડિલિવરીએ મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે. જેમને પ્રેગેન્સી દરમિયાન હાઈ બ્લડ પ્રશેરની સમસ્યા વધારે હોય.નોર્મલ ડિલિવરીના મુકાબલે પેઈનલેસ ડિલિવરી વાળી મહિલાઓને ઓછો માનસિક તણાવનો સામનો કરવો પડે છે.

એપિડ્યુરલમાં વપરાતી કેટલીક દવાઓ ખંજવાળનું કારણ બની શકે છે. ખંજવાળમાં રાહત મેળવવા માટે ડૉક્ટર દવા આપી શકે છે. ઓપિયોઇડ પેઇનકિલર્સ ક્યારેક તમારા પેટમાં દુખાવો કરી શકે છે અને તમને ઉબકા કે ઉલટી પણ છે.

પેઈનલેસ ડિલિવરી એક પ્રકાર છે. નોર્મલ ડિલિવરી દરમિયાન થતાં દુખાવાને ઓછો કરે છે. જે મહિલાઓને વધારે દુખાવાને કારણે સી-સેક્શન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરે છે. પેઈનલેસ ડિલિવરી એ મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે પેઈનલેસ ડિલિવરી કરવા માંગે છે. હોસ્પિટલમાં એડમિટ થતાં પહેલા પોતાના ડોક્ટર સાથે વાત કરો.હાલમાં, ભારતમાં પ્રેગ્નેન્સીની પીડા ઘટાડવાની આ પદ્ધતિઓનો વધુ ઉપયોગ થતો નથી, પરંતુ તેમ છતાં તમે ચોક્કસપણે તેના વિશે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
