Travel Tips : ગોવાને પણ ટકકર આપે છે ગુજરાતનો આ બીચ, મે મહિનામાં ફરવા માટે બેસ્ટ છે, જુઓ ફોટો
મે મહિનામાં ગુજરાતમાં ખૂબ ગરમી પડે છે, તેથી મુસાફરી કરતી વખતે સ્વાસ્થનું જરુર ધ્યાન રાખવું. ગરમીથી રાહત મેળવવા માટે તમે દરિયાકિનારા અથવા હિલ સ્ટેશન પર જઈ શકો છો.મે મહિનામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો વિશે વાત કરીએ.

આમ તો ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે.ગુજરાતમાં ધોધ, જંગલો, નદીઓ, હીલ સ્ટેશનો સહિત અનેક સ્થળો ફરવા માટે બેસ્ટ છે. તો આજે આપણે મે મહિનામાં ફરવા માટે બેસ્ટ સ્થળો ક્યા ક્યા છે. તેના વિશે જાણીશું.

શિવરાજ પુર બીચ વેકેશનમાં ફરવા માટે બેસ્ટ રહેશે. અહી તમે સ્પોર્ટ્સ એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો.શિવરાજ પુર બીચ ગોવાને પણ ટકકર આપે છે.

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથના મંદિરના દર્શન કરવાનો પણ તમે મે મહિનામાં પ્લાન બનાવી શકો છો.

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી 30 કિ.મી. અને અમદાવાદથી 102 કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે.આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ વિક્રમ સંવત1083માં (ઇસ 1026 -1027માં) કર્યું હતું.

સાપુતારા ગુજરાતમાં આવેલું એક માત્ર હિલ સ્ટેશન છે. જે ડાંગ જિલ્લામાં આવેલું છે. સાપુતારા મહારાષ્ટ્રની સરહદ પર પર્વતમાળાના જંગલોમાં 1000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ઉનાળા દરમિયાન પણ અહીં મહત્તમ તાપમાન 30°C ની આસપાસ રહે છે.આ હિલ સ્ટેશન સુધી પહોંચવા માટે વઘાઈ રેલ્વે સ્ટેશન નજીકનું રેલ્વે સ્ટેશન છે.બસ કે પ્રાઈવેટ કાર દ્વારા પણ તમે સાપુતારા જઈ શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































