Peri Peri Sauce Recipe: ગણતરીની મિનિટમાં જ ઘરે બનાવો પેરી-પેરી સોસ, આ રહી સરળ રેસિપી
દક્ષિણ આફ્રિકામાં પેરી-પેરી સોસ અને પેરી-પેરી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ પાસ્તા સહિત અનેક વાનગીઓ બનાવવામાં પેરી પેરી સોસનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે પેરી-પેરી સોસ બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.

ભારતમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. તમે પેરી-પેરી પનીર, પેરી-પેરી પાસ્તા અને ફ્રેન્ચ ફ્રાય સહિતની વસ્તુઓ ખાવી સૌને ગમે છે. પેરી-પેરી સોસ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે.

પેરી-પેરી સોસ બનાવવા માટે લાલ મરચા, લસણની કળી, ટામેટા, આદુ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ, ખાંડ, કાળા મરી પાઉડર, મીઠું, લાલ મરચું પાઉડર, ડુંગળી સહિતની વસ્તુની જરુર પડશે.

પેરી-પેરી સોસ બનાવવા માટે સૌથી પહેલા લાલ મરચાને ધોઈને સાફ કરી તેમાંથી બીજ કાઢી નાખો. ત્યારબાદ તેમાં લસણની કળી છોલીને સાફ કરો અને આદુ છોલીને પેસ્ટ બનાવો.

હવે એક બ્લેન્ડર અથવા ફૂડ પ્રોસેસરમાં પેરી-પેરી મરચા, લસણ, આદુ, લીંબુનો રસ, ઓલિવ તેલ, ટામેટાની પેસ્ટ, ખાંડ,કાળા મરીનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પેસ્ટ તૈયાર કરો.

ત્યારબાદ ચટણીને ધીમા તાપે એક પેનમાં ગરમ કરો અને ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી 5-7 મિનિટ સુધી રાંધો. આ પછી ચટણીને ઠંડી થઈ જાય ત્યારે તેને કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.



























































