14 વર્ષની ઉંમરે અનાથ, 25 વર્ષ બાદ મેરેજ રજિસ્ટ્રેડ કર્યા, ‘મુન્નાભાઈ’ના સર્કિટનો આવો છે પરિવાર
અરશદ વારસીએ ભૂતપૂર્વ MTV VJ અને પ્રેજેન્ટર મારિયા ગોરેટી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે, એક પુત્ર જેકે વારસી (2005) અને એક પુત્રી ઝૈન ઝો વારસી (2007)'મુન્નાભાઈ'ના સર્કિટનો આવો છે પરિવાર

અરશદ વારસી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તો આજે તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

2008માં રિલીઝ થયેલી 'મુન્નાભાઈ એમબીબીએસ'એ અરશદ વારસીને સૌથી વધુ ફેમસ બનાવ્યો હતો. તેમનું પાત્ર ચાહકોને એટલું બધું પસંદ આવ્યું કે આજે પણ લોકો તેમને તેમના પાત્રના નામથી જ ઓળખે છે.

અરશદના પિતા ફેમસ સંગીત દિગ્દર્શક અને હાર્મોનિયમ વાદક અહેમદ અલી ખાન હતા, પરંતુ કેન્સરને કારણે તેમનું નાની ઉંમરે અવસાન થયું હતુ.અરશદના માતા-પિતાના મૃત્યુ પછી, તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘરે ઘરે જઈને સેલ્સમેન તરીકે કામ કર્યું હતુ.

અરશદ રાષ્ટ્રીય સ્તરનો જિમ્નાસ્ટ પણ હતો.માર્ચ 2023માં સેબીએ અરશદ વારસી પર શેરબજાર કૌભાંડમાં ભાગ લેવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે મહેશ ભટ્ટની ફિલ્મ 'કાશ' માં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

અભિનેતા બનતા પહેલા, અરશદ વારસી કોરિયોગ્રાફર અને ડાન્સર હતા. તે સ્ટેજ શો કોરિયોગ્રાફ કરતો હતો અને 'અદ્ભુત' નામનો પોતાનો ડાન્સ સ્ટુડિયો પણ હતો. અરશદે એક ડાન્સ ગ્રુપ પણ બનાવ્યું હતુ. અરશદ અને ચંદ્રચુડે 'તેરે મેરે સપને'માં કામ કર્યું હતું. આ ફિલ્મથી બંનેની કારકિર્દીની શરૂઆત થઈ હતી.

એક વખત તેમણે ખુલાસો કર્યો કે, અમિતાભની પત્ની જયા બચ્ચનને કારણે જ તેઓ અભિનેતા બન્યા. તેમના કારણે જ તેમને પહેલી ફિલ્મ મળી હતી.

'મુન્નાભાઈ' ફિલ્મમાં સર્કિટની ભૂમિકા માટે પ્રખ્યાત અભિનેતા અરશદ વારસી ચર્ચામાં રહે છે.

અરશદ વારસીનો જન્મ મુંબઈના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા અહેમદ અલી ખાન (આશિક હુસૈન) બોલિવુડ ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કરતા હતા અને સૂફી સંત વારિસ અલી શાહના ફોલોઅર બન્યા પછી તેમણે વારસી નામ અપનાવ્યું.

અરશદના પિતાના પહેલા લગ્ન અભિનેત્રી રંજના સચદેવ સાથે થયા હતા, જેમનાથી તેમને બે બાળકો છે ગાયક અનવર હુસૈન અને અભિનેત્રી આશા સચદેવ. અરશદ 14 વર્ષની ઉંમરે અનાથ બની ગયો અને મુંબઈમાં ગુજરાન ચલાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. દસમા ધોરણ પછી તેને પોતાનો અભ્યાસ પણ છોડ્યો હતો.

આર્થિક તંગીને કારણે, અરશદ વારસીને 17 વર્ષની ઉંમરે ઘરે ઘરે જઈને સામાન વેચવો પડ્યો. બાદમાં તેણે ફોટો લેબમાં કામ કર્યું. આ સમય દરમિયાન તેમનો ડાન્સમાં રસ વધ્યો અને તેમને અકબર સામીના ડાન્સ ગ્રુપમાં જોડાવાની ઓફર મળી.

તેણે 'રૂપ કી રાની ચોરોં કો રાજા'માં શ્રીદેવી અને અનિલ કપૂરની કોરિયોગ્રાફી કરી હતી.

અરશદે મુન્નાભાઈ એમબીબીએસ, ગોલમાલ, ઇશ્કિયા જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ બતાવી છે.અરશદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

અરશદ વારસીની લવસ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. અરશદ મારિયાને એક કોલેજ ફેસ્ટિવલમાં મળ્યો હતો. જ્યાં અરશદ જજ હતો અને મારિયા સ્પર્ધક હતી. અહીં જ અરશદને મારિયા સાથે પ્રેમ થયો અને પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા.

અરશદ વારસી અને મારિયા ગોરેટ્ટીના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. 25 વર્ષના લગ્નજીવન પછી આ દંપતીએ આને કાયદેસર બનાવ્યું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
