દુબઈ
દુબઈ એ સંયુક્ત આરબ અમીરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. દુબઈ અમીરાતની રાજધાની છે. જેમાં 7 રાજાશાહીઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. 18 મી સદીમાં એક નાનકડા માછીમારી ગામ તરીકે સ્થાપવામાં આવેલુ હતુ. આ શહેર 21મી સદીની શરૂઆતમાં પર્યટન અને લક્ઝરી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપથી વિકસ્યું છે. વિશ્વમાં સૌથી વધારે ફાઈવ – સ્ટાર હોટેલો ધરાવતું બીજા નંબરનું શહેર છે. દુબઈમાં બુર્જ ખલીફા જે અડધા માઈલથી વધુ ઊંચી છે અને વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે.
દુબઇ પર્શિયન અખાતને કાંઠે અરબ સાગર પાસે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલુ છે. તેની દક્ષિણે અબુધાબી અને ઉત્તર-પુર્વમાં શારજાહની અમીરાતો આવેલ છે. દુબઈનો મોટાભાગનો પ્રદેશ અરેબીયન રણનો બનેલો છે. દુબઇની આબોહવા સુકી અને ગરમ રણ પ્રદેશ પ્રકારની છે. દિવસ દરમ્યાન તાપમાન ખુબ જ ઉંચુ અને રાત્રે ઠંડુ હોય છે. આખા વર્ષ દરમ્યાન અતી અલ્પમાત્રામાં વરસાદ વરસે છે. ઉનાળામાં તાપમાન 40 ડિગ્રી જેટલુ રહેતુ હોય છે.