Parmar Surname History : અગ્નિ કુંડમાંથી થઈ છે આ સમુદાયની ઉત્પત્તિ, જાણો પરમાર અટકનો અર્થ અને ઈતિહાસ
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પરમાર અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

પરમાર અટક એક પ્રાચીન રાજપૂત અને ક્ષત્રિય કુળ સાથે સંકળાયેલી છે. તે ભારતના ઐતિહાસિક શાસકોના મુખ્ય રાજવંશોમાંનું એક હતું, જે મધ્યયુગીન ભારતમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રભાવશાળી માનવામાં આવતી હતી.

પરમાર રાજવંશનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ગ્રંથો અને ઐતિહાસિક શિલાલેખોમાં જોવા મળે છે. આ રાજવંશને અગ્નિવંશી રાજપૂતોમાંથી એક ગણવામાં આવે છે.

પરમાર વંશની ઉત્પત્તિ અગ્નિ કુંડમાંથી થઈ હોવાનું કહેવાય છે જે અગ્નિદેવ દ્વારા આબુ પર્વત ખાતે યજ્ઞ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. પરમારનો અર્થ શ્રેષ્ઠ યોદ્ધા અથવા શ્રેષ્ઠ રક્ષક થાય છે.

ધારના મધ્યપ્રદેશના સૌથી પ્રસિદ્ધ પરમાર રાજા માલવાના રાજા ભોજ હતા. જે તેમની વિદ્વતા અને બહાદૂરી માટે પ્રખ્યાત હતા. અહિલ્યાબાઈ હોલકર પણ પરમાર વંશના હતા.

પરમાર રાજાઓએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણા કિલ્લાઓ અને મંદિરો બનાવ્યા હતા. ઘણા ઐતિહાસિક સ્થળો જેમ કે ભીમબેટકા (મધ્યપ્રદેશ), ભોજશાળા (ધાર), અને પંચમઢી પરમાર વંશ સાથે સંકળાયેલા છે.

પરમાર અટક મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં જોવા મળે છે. રાજપૂતો ઉપરાંત ગુજ્જર, જાટ, મરાઠા, અનુસૂચિત સમુદાયમાં પણ આ સરનેમનો ઉપયોગ કરવામાં આવે છે.

કેટલાક પરમાર વંશજોએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મરાઠા શાસન હેઠળ પણ સેવા આપી હતી.

આ કુળ યુદ્ધ કળામાં કુશળ હતું અને મધ્યયુગીન કાળમાં ઘણા સંઘર્ષોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજા ભોજ જેવા શાસકોએ સાહિત્ય, કલા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું.

પરમાર રાજાઓએ ઘણી ભવ્ય સ્થાપત્ય કૃતિઓનું નિર્માણ કર્યું. પરમાર અટક એ એક ઐતિહાસિક રાજવંશની ઓળખ છે જે અગ્નિવંશી રાજપૂતો છે.

આ નામ યોદ્ધાઓ, શાસકો અને વિદ્વાનોની ગૌરવશાળી પરંપરાને પ્રતિબિંબિત કરે છે જેમણે ભારતીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
