AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : શુભમન ગિલનું દિલ બીજી વાર તૂટી ગયું, KKR સામે એક ભૂલે તેની બધી મહેનત બરબાદ કરી દીધી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે IPL 2025ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. જો કે તેની એક ભૂલના કારણે શુભમન માત્ર 10 રન માટે સદી ચૂકી ગયો હતો અને નર્વસ નાઈટીનનો શિકાર બન્યો હતો.

| Updated on: Apr 21, 2025 | 11:20 PM
Share
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં નર્વસ નાઈટીનનો શિકાર બન્યો હતો. શુભમન ગિલે સાઈ સુદર્શન સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 74 બોલમાં 114 રનની ભાગીદારી કરી. આ સિઝનમાં આ તેમની બીજી સદીની ભાગીદારી હતી.

1 / 6
શુભમન ગિલ 55 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 90 રન બનાવીને આઉટ થયો હતો. તેમની શાનદાર ઈનિંગના આધારે ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા. શુભમન ગિલ આ મેચમાં સદી ફટકારી શક્યો હોત, પરંતુ એક ભૂલને કારણે તે આમ કરવાથી ચૂકી ગયો.

2 / 6
GT કેપ્ટન KKR સામે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા. સાઈ સુદર્શન સાથે મળીને તેણે ટીમને ઝડપી શરૂઆત અપાવી. સાઈ સુદર્શનના આઉટ થયા પછી, તેણે જોસ બટલર સાથે મળીને ઈનિંગને આગળ ધપાવી. ગિલ અને બટલર વચ્ચે 58 રનની ભાગીદારી થઈ. પરંતુ ગિલની એક ભૂલે તેને સદી ફટકારતા અટકાવી દીધો.

3 / 6
થયું એવું કે શુભમન ગિલ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. આ દરમિયાન, વૈભવ અરોરાએ KKR તરફથી 18મી ઓવર ફેંકી. ઓવરના પાંચમા બોલ પર વૈભવે ફુલ ટોસ ફેંક્યો, પરંતુ ગિલ યોગ્ય સમય આપવામાં નિષ્ફળ ગયો અને રિંકુ સિંહે શાનદાર કેચ પકડી ગિલને આઉટ કર્યો.

4 / 6
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન T20માં બીજી વખત નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યો છે. આ પહેલા 2022માં તે પંજાબ કિંગ્સ સામે 96 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો.

5 / 6
શુભમન ગિલે આ સિઝનમાં 8 મેચની 8 ઈનિંગ્સમાં 43.57ની સરેરાશથી 305 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. ગિલે અત્યાર સુધીમાં IPLમાં 4 સદી ફટકારી છે.  (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ફેન્સને આશા છે કે શુભમન ગિલની આગેવાનીમાં આ ટીમ ચેમ્પિયન બનશે. ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">