બોલિવૂડની આ મેના રાણી એરફોર્સ પાઇલટ બનવા માંગતી હતી પણ….
અભિનેત્રીનું સપનું દેશની સેવા કરવાનું હતું પણ તે સપનું અધૂરું રહી ગયું. હવે હાલની તારીખમાં આ અભિનેત્રી ઘણા ચાહકોની સપનાની રાણી બની ગઈ છે.

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવા નહોતા માંગતા પણ નસીબે એવો વળાંક લીધો કે તેને અભિનયમાં આવવું પડ્યું. આવું જ કઇંક બોલિવૂડની આ અભિનેત્રી સાથે થયું છે. અભિનેત્રીનું સપનું દેશની સેવા કરવાનું હતું પણ તે સપનું અધૂરું રહી ગયું. હવે હાલની તારીખમાં આ અભિનેત્રી ઘણા ચાહકોની સપનાની રાણી બની ગઈ છે.

આ બોલિવૂડનો હસીન ચહેરો બીજું કોઈ નહી પણ દિશા પટાની છે. દિશાએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ 'લોફર'થી કરી હતી. જો કે, ઘણા ઓછા લોકો જાણતા હશે કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી નહોતી.

દિશા પટાની હાલમાં બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. ગયા વર્ષે, તે પ્રભાસની 'કલ્કી 2898AD'માં જોવા મળી હતી, આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હાલના સમયમાં પણ દિશાના ખાતામાં ઘણી ફિલ્મો છે. દિશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે હંમેશાથી એરફોર્સ પાઇલટ બનવા માંગતી હતી.

દિશાએ જણાવ્યું કે, જ્યારે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી ત્યારે તેના એક મિત્રએ તેને મોડલિંગ વિશે કહ્યું. મોડલિંગમાં દિશાએ ભાગ લીધો અને જીતી ગઈ. જે પછી દિશાને મોડલિંગની ઘણી ઓફરો મળી આવી.

અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તે નાનપણમાં ખૂબ જ શરમાળ હતી. તે કોઈની સાથે જલ્દી વાત પણ નહોતી કરતી. દિશાએ વધુમાં એ પણ કહ્યું કે, ફિલ્મોમાં આવ્યા પછી તેનામાં ઘણો આત્મવિશ્વાસ આવ્યો છે.

દિશા પટાની દેશની સેવા કરવા માંગતી હતી. જો કે, તેના નસીબે તેનો સાથ ન આપ્યો. જણાવી દઈએ કે, દિશાની બહેન ખુશ્બુ પટાની ભારતીય સેનામાં હતી અને હવે તે રિટાયર્ડ થઈ ગઈ છે. ખુશ્બુ હવે બરેલીમાં તેના પિતા સાથે રહે છે.

દિશાના પિતા જગદીશ પટાની રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક છે અને દિશાની માતા હેલ્થ ઇન્સ્પેકટર છે. દિશા પટાનીએ પોતાના અભિનયથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે અને તે 'બાગી 2', 'ભારત', 'મલંગ' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
દિશા પટાનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો
