એપ્રિલમાં શેરબજારમાં આવ્યો મોટો ઘટાડો ! Dow Jones એપ્રિલ 1932 પછીના સૌથી ખરાબ તબક્કામાં
ક્યારેક માર્કેટમાં અપસાઈડ મુવમેન્ટ તો ક્યારેક માર્કેટમાં મોટો ડાઉનફોલ જોવા મળે છે. જ્યારે બજારોમાં તાજેતરમાં ઘણા તણાવનો સામનો કરવો પડ્યો છે. તેમજ મંદી આવવાના એંધાણ વચ્ચે ફરી મોટા સમાચાર સામે આવ્યા છે.

ડાઉ જોન્સનો માસિક ઘટાડો 9% થી વધુ હોવાથી, તે 93 વર્ષમાં તેના સૌથી ખરાબ એપ્રિલ તરફ આગળ વધી રહ્યો છે. યુએસ એક્સચેન્જમાં લિસ્ટેડ 30 મોટી કંપનીઓના સ્ટોક પ્રદર્શનને માપતો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, 1932 પછી એપ્રિલ મહિનાનો સૌથી ખરાબ માસિક પ્રદર્શન અનુભવી રહ્યો છે.

ક્યારેક માર્કેટમાં અપસાઈડ મુવમેન્ટ તો ક્યારેક માર્કેટમાં મોટો ડાઉનફોલ જોવા મળે છે. જ્યારે બજારોમાં તાજેતરમાં ઘણા તણાવનો સામનો કરવો પડ્યો છે. તેમજ મંદી આવવાના એંધાણ વચ્ચે ફરી મોટા સમાચાર સામે આવ્યા છે.

S&P 500 2.4% ઘટ્યો અને Nasdaq 2.5% ઘટ્યો, ટેકનોલોજી અને અન્ય શેરો પણ નેગેટિવ જોવા મળી રહ્યા છે. ફેડની સ્વતંત્રતા જોખમમાં છે. રાજકીય દબાણથી ફેડની સ્વાયત્તતા પર પ્રશ્નો ઉભા થયા છે, જેના કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ભય વધ્યો છે.

ભવિષ્યની અનિશ્ચિતતા અને ઘટાડાના ભયને કારણે, રોકાણકારો સોના અને બોન્ડ જેવા સુરક્ષિત રોકાણો તરફ વળી રહ્યા છે. વધતા જતા ફુગાવા અને ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓને કારણે અમેરિકી અર્થતંત્ર અને વૈશ્વિક વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.

વ્યાજ દરની અનિશ્ચિતતાને કારણે, બેંકિંગ અને ઔદ્યોગિક ક્ષેત્રન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.અમેરિકન બજારમાં આ ઘટાડો વિશ્વના બાકીના બજારો, ખાસ કરીને ઉભરતા દેશોના બજારો પર પણ અસર કરી શકે છે.

લાંબા ગાળાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે તેમના વળતર પર અસર પડી છે. હવે બજારની દિશા ફેડ વ્યાજ દરો અંગે શું વલણ અપનાવે છે અને યુએસ નીતિ કેટલી સ્થિર રહે છે તેના પર નિર્ભર રહેશે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
