BSNL યુઝર્સ માટે મોટા સમાચાર ! કંપનીએ લોન્ચ કર્યો 150 દિવસનો પ્લાન, કિંમત માત્ર આટલી
BSNLનો નવો પ્રીપેડ પ્લાન ફક્ત ₹397 માં આવે છે અને તેની માન્યતા સંપૂર્ણ 150 દિવસ માટે છે. એટલે કે, એકવાર તમે રિચાર્જ કરી લો, પછી તમને આખા 5 મહિના સુધી કોઈ ટેન્શન નહીં રહે.

BSNL એ ₹400 થી ઓછી કિંમતે 5 મહિનાની માન્યતા આપતો પ્લાન રજૂ કર્યો છે. BSNLનો નવો પ્રીપેડ પ્લાન ફક્ત ₹397 માં આવે છે અને તેની માન્યતા સંપૂર્ણ 150 દિવસ માટે છે. એટલે કે, એકવાર તમે રિચાર્જ કરી લો, પછી તમને આખા 5 મહિના સુધી કોઈ ટેન્શન નહીં રહે.

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે પહેલા 30 દિવસ સુધી તમને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તમને કુલ 60GB ડેટા મળશે.

કોલિંગ અને ડેટા લાભો 30 દિવસ પછી સમાપ્ત થાય છે, પરંતુ તમારું સિમ 150 દિવસ સુધી ચાલુ રહશે, જો તમે ઇચ્છો તો, આ પછી તમે કોઈપણ અન્ય ડેટા અથવા કોલિંગ પેકને એડ-ઓન તરીકે રિચાર્જ કરી શકો છો.

જો આપણે સરખામણી કરીએ તો, Jio એક લાંબી વેલિડિટી પ્લાન પણ ઓફર કરે છે જેની વેલિડિટી 200 દિવસ છે. પરંતુ Jioનો આ પ્લાન ₹2025નો છે, જ્યારે BSNLનો પ્લાન ₹397નો છે. જિયોનો પ્લાન દરરોજ 2.5GB ડેટા અને અન્ય તમામ ફાયદાઓ આપે છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે છે.

BSNL નો ₹397 નો પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ છે જેઓ ઓછા ખર્ચે પોતાનું સિમ સક્રિય રાખવા માંગે છે, અથવા જેમને મર્યાદિત સમય માટે કોલ અને ઇન્ટરનેટની જરૂર છે.

પ્લાનની વેલિડિટી 150 દિવસની છે, પરંતુ કોલિંગ અને ડેટા લાભો 30 દિવસ સુધી જ મળે છે, આથી તમે ટોપ એપ પ્લાન એડ કરી શકો છો

આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે સારો છે જેમને વધારે ડેટાની જરૂર નથી પણ તેઓ પોતાનો નંબર લાંબા સમય સુધી ચાલુ રાખવા માંગે છે
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો



























































