Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે 2 માર્ચથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ સંસ્થાઓના તમામ માધ્યમો અને વિભાગોની નર્સરીથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ કોવિડ પહેલાની જેમ સંપૂર્ણ ક્ષમતા સાથે ઑફલાઈન સિસ્ટમ દ્વારા શરૂ કરવામાં આવે.

Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો
File image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 1:45 PM

મુંબઈમાં હવે પુરી ક્ષમતા સાથે સ્કૂલ (Mumbai School) શરૂ થવા જઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) આ સંબંધિત સર્ક્યુલર પણ જાહેર કરી દીધો છે. 2 માર્ચથી મુંબઈ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવનારી તમામ સ્કૂલ કોરોનાકાળની (Corona) પહેલાની જેમ ફુલ કેપેસિટી અને ફૂલ ટાઈમલાઈનની સાથે ઓફલાઈન સિસ્ટમથી શરૂ થઈ જશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ ખુબ હદ સુધી ઓછો થઈ ચૂક્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતોને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા તરફથી મુંબઈના તમામ બોર્ડની તમામ ભાષાઓના સ્કૂલ 2 માર્ચથી પુરી ક્ષમતા સાથે સ્કૂલ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શાળાઓમાં વિશેષ અને અલગ-અલગ-વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ પણ છે. શાળાઓને લગતી રમતગમત સહિતની તમામ પ્રવૃતિઓને પણ પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. BMC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ સંબંધિત સૂચનાઓ આપવામાં આવી છે.

સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે 2 માર્ચથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ સંસ્થાઓના તમામ માધ્યમો અને વિભાગોની નર્સરીથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ કોવિડ પહેલાની જેમ સંપૂર્ણ ક્ષમતા સાથે ઑફલાઈન સિસ્ટમ દ્વારા શરૂ કરવામાં આવે. વિશેષ અને અલગ-અલગ-વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ પણ સંપૂર્ણ ક્ષમતા અને પૂર્ણ સમય માટે શરૂ કરવી જોઈએ.

શાળામાં માસ્ક પહેરવું જરૂરી, રમતગમત અને કસરત દરમિયાન છૂટ

શાળામાં માસ્ક પહેરવું જરૂરી રહેશે. માત્ર રમતના મેદાનમાં અથવા કસરત દરમિયાન માસ્ક પહેરવું આવશ્યક રહેશે નહીં. કોવિડ સમયગાળા પહેલાની જેમ શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપલબ્ધ થશે. BMC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

આ પણ વાંચો: યુક્રેનમાં પોરબંદરના 4 વિદ્યાર્થી ફસાયા, અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો લીધો

આ પણ વાંચો: Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન

g clip-path="url(#clip0_868_265)">