એકબાજુ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ત્યાંથી ગેરકાયદે ઈમીગ્રન્ટ્સને ખદેડી રહ્યા છે, જ્યારે બીજી તરફ તે પૈસાદારોને પોતાને ત્યા વસવાનું આમંત્રણ આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં મલ્ટી ટાસ્કિંગ કરી રહ્યા છે. એક તરફ ત્યાં ઘૂસણખોરોની શોધ અભિયાન ચાલી રહ્યુ છે. બીજી તરફ શાંતિ મંત્રણાઓ પણ શરૂ છે. યુરોપ, યુક્રેન સહિત કેનેડાને ધમકાવવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી દીધી છે કે યુએસમાં બહુ જલદી ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. જેનાથી અમીર વેપારીઓને અમેરિકામાં રહેવા માટેનો માર્ગ મોકળો થઈ જશે. જેમા રશિયન અમીરો પણ સામેલ છે. ગ્રીન કાર્ડની સરખામણીએ ગોલ્ડ કાર્ડ હોલ્ડરને વધુ સુવિધા મળશે ટ્રમ્પે અમીર લોકો માટે 5 મિલિયન ડૉલરવાળુ ગોલ્ડ કાર્ડ લોંચ કર્યુ છે. આ ગ્રીન કાર્ડનું પ્રીમીયમ રૂપ છે. આ કાર્ડ હોલ્ડરને વધુમાં વધુ સુવિધાઓ મળશે. ગ્રીન કાર્ડ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ છે. એટલે કે જેમની પાસે ગ્રીન કાર્ડ છે તેમને અમેરિકાની કાયમી નાગરિક્તા મળી ચુકી છે. વિશ્વભરમાં અનેક એવા લોકો...
Published On - 9:22 pm, Thu, 27 February 25