AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં અનાજના એક એક દાણા માટે તરસી રહ્યા છે લોકો, ઘઉંનો લોટ 88 અને ચોખા 76 ટકા થયા મોંઘા

પાકિસ્તાનમાં લગભગ દરેક વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોટના ભાવમાં 88.2 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત બાસમતી ચોખા 76.6 ટકા અને સાદા ચોખા 62.3 ટકા મોંઘા થયા છે. જો ચા પત્તીની વાત કરીએ તો તેમાં 53 ટકા, મરચા પાવડર 81.70 ટકા, ગોળ 50.8 ટકા અને બટાકા 47.9 ટકા મોંઘા થયા છે.

પાકિસ્તાનમાં અનાજના એક એક દાણા માટે તરસી રહ્યા છે લોકો, ઘઉંનો લોટ 88 અને ચોખા 76 ટકા થયા મોંઘા
Pakistan Inflation
| Updated on: Nov 27, 2023 | 2:41 PM
Share

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી છે કે લોકોને બે ટાઈમ જમવાનું મળવું પણ મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સાથે જ મોંઘવારી એટલી વધી છે કે, લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં આ વીકમાં ફૂગાવાનો દર 40 ટકાથી વધારે રહ્યો છે. તેનાથી સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

ગેસના ભાવમાં 1100 રૂપિયાનો વધારો થયો

પાકિસ્તાનના બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે ફૂગાવાના આંકડા જાહેર કર્યા હતા. તે મૂજબ 23 નવેમ્બરના રોજ પૂરા થયેલા વીકમાં મોંઘવારી દર 41.13 ટકા રહ્યો હતો. પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર, ગેસના ભાવમાં વધારો થવાને લીધે મોંઘવારી વધી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં ગેસના ભાવમાં 1100 રૂપિયાનો વધારો થયો છે.

ઘઉંનો લોટ 88.2 ટકા મોંઘો થયો

પાકિસ્તાનમાં લગભગ દરેક વસ્તુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોટના ભાવમાં 88.2 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત બાસમતી ચોખા 76.6 ટકા અને સાદા ચોખા 62.3 ટકા મોંઘા થયા છે. જો ચા પત્તીની વાત કરીએ તો તેમાં 53 ટકા, મરચા પાવડર 81.70 ટકા, ગોળ 50.8 ટકા અને બટાકા 47.9 ટકા મોંઘા થયા છે.

સિગારેટ 94 ટકા મોંઘી થઈ

આ સાથે જ સિગારેટ 94 ટકા અને ઘઉંનો લોટ 88.2 ટકા મોંઘો થયો છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ મૂજબ, લોટના ભાવ 160 રૂપિયા હતા જે હવે 88 ટકા મોંઘા થયા છે. તે જ રીતે ચોખાના ભાવ એક કિલોના 146 રૂપિયા હતા તેમાં 62 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : ઈમરાન ખાને છેતરપિંડીથી લગ્ન કર્યા હતા? બુશરા બીબીના પૂર્વ પતિએ લગાવ્યો આરોપ, કોર્ટમાં કરી અરજી

ગેસના ભાવમાં 480 ટકાનો વધારો થયો

ગત વીકની તુલનાએ 25 જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. રોજબરોજ ઉપયોગમાં આવતી 13 વસ્તુઓના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. જે વસ્તુના ભાવમાં વધારો થયો, તેમાં ગેસના ભાવમાં 480 ટકા, ચા પત્તીના પેકેટમાં 8.9 ટકા, ચિકનમાં 4 ટકા, મીઠામાં 2.9 ટકા, ઘઉંના લોટમાં 2.6 ટકા અને બટાકાના ભાવમાં 2 ટકાનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">