AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી સાંભળવામાં આવશે Ball Temaparing કેસમાં નિવેદનો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટે સંભવિત નવા પ્રતિબંધો અંગે કરી ટિપ્પણી

બોલ ટેમ્પરિંગની ઘટના ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસમાં આજે પણ એક કાળા ધબ્બા સમાન છે. આ વિવાદના ઘા ભરવાના માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હવે ઘટનાના સાક્ષીઓનાં નિવેદનો ફરીથી સાંભળવાની તૈયારી કરી રહ્યું છે.

ફરી સાંભળવામાં આવશે  Ball Temaparing કેસમાં નિવેદનો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટે સંભવિત નવા પ્રતિબંધો અંગે કરી ટિપ્પણી
Australian Cricket Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2026 | 2:42 PM
Share

ઓસ્ટ્રેલિયન ક્રિકેટે 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બનેલી બોલ ટેમ્પરિંગ એટલે કે સૅન્ડપેપરગેટની ઘટના અંગે ફરી તપાસ કરવાની તૈયારી દર્શાવી છે. આ મામલે તે સમયે ટીમમાં સામેલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે આપેલા નિવેદનો ફરીથી સાંભળવામાં આવશે. આ હેતુથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એક સ્વતંત્ર સમિતિની રચના પણ કરશે. CAના જણાવ્યા પ્રમાણે , આ નિર્ણય લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ઉસ્માન ખ્વાજાની આત્મકથા ‘સબ્ર’ (Sabrr) પ્રકાશિત થયા બાદ બોલ ટેમ્પરિંગનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ઉસ્માન ખ્વાજાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે ટીમના લગભગ તમામ સભ્યોને બોલ સાથે છેડછાડ કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરવાની જાણ હતી. તેમના આ ખુલાસા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

2018ના બોલ ટેમ્પરિંગ વિવાદમાં 3 ખેલાડીઓને આપવામાં આવી હતી સજા

2018માં કેપટાઉન ટેસ્ટ મેચ રમાયા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ આ મામલે માત્ર ત્રણ ખેલાડીઓના સામે જ કાર્યવાહી કરી હતી. બોલ ટેમ્પરિંગ કેસમાં દોષી ઠરાવેલા સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકીને આ પ્રકરણનો અંત લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ઉસ્માન ખ્વાજાના તાજેતરના ખુલાસા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ઉસ્માન ખ્વાજાના નિવેદન અંગે મિચેલ માર્શે મૌન જાળવ્યું હતું, જ્યારે ડેવિડ વોર્નરે તેમના દાવાને સમર્થન આપ્યું હતું. બીજી તરફ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે અગાઉના પોતાના સ્ટટમેન્ટ જાળવી રાખતાં સ્પષ્ટ કર્યું હતું કે બોલરોને સેન્ડપેપરના ઉપયોગ અંગે કોઈ જાણકારી નહોતી.

નિવેદન સાંભળવા ફરીથી એક સ્વતંત્ર ફોરમની રચના

બુધવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ચેરમેન ડેવિડ બૂન અને CEO ટોડ ગ્રીનબર્ગે એ માહિતી આપતાં જણાવ્યું કે 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા બધી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે એક સ્વતંત્ર મંચ તૈયાર કરવામાં આવશે. આ મંચ પર તેઓ સંપૂર્ણ ગોપનીયતા સાથે પોતાના વિચારો રજૂ કરી શકશે. ગ્રીનબર્ગે એ પહેલાજ સ્પષ્ટતા કરી કે આનો હેતુ જૂની તપાસ ફરીથી શરૂ કરવાનો નથી. આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ખેલાડીને નવી સજા કરવામાં આવશે નહીં કે કોઈના પર નવેસરથી પ્રતિબંધ પણ મૂકવામાં આવશે નહીં.

 ન તો કોઈ નવો પ્રતિબંધ, ન તો નવી સજા – CA

ગ્રીનબર્ગે જણાવ્યું કે છેલ્લા 8 વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે પોતાની સંસ્કૃતિ અને કાર્યશૈલીમાં જે સુધારો કર્યો છે, તેના પર અમને ગર્વ છે. જોકે, સૅન્ડપેપરગેટ વિવાદને કારણે ખેલાડીઓ અને ક્રિકેટ જગતને પહોંચેલો નુકસાન પણ અમે અવગણી શકીએ તેમ નથી. તેમના મતે, આ વિવાદની અસરને કારણે હાલમાં ક્રિકેટની રમતને નુકસાન થઈ રહ્યું છે. તેથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ શોધવો અને જૂના ઘા પૂરવા જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે આ માટે એક સ્વતંત્ર મંચની રચના કરવામાં આવશે, જ્યાં કોઈપણ વ્યક્તિ સુરક્ષિત અને સંપૂર્ણ ખાનગી વાતાવરણમાં પોતાની વાત સામે મૂકી શકશે. આ પ્રક્રિયા જૂના કેસની ફરી તપાસ કરવા કે કોઈને સજા આપવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી નથી. તેમાં ભાગ લેવો કે નહીં તે સંપૂર્ણ રીતે વ્યક્તિની ઇચ્છા પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો : IPLની એ ટીમ જેને કેપ્ટન ધોની ક્યારેય હરાવી શક્યો નહીં, જાણો તમામ ટીમો સામે કેવો છે ‘થાલા’નો રેકોર્ડ

Follow Us
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
g clip-path="url(#clip0_868_265)">