AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શિયાળાની ગુલાબી ઠંડી સાથે મુંબઈમાં ધુમ્મસનો ચમકારો, વહેલી સવારે ગાઢ ચાદરમાં ગરકાવ થયું મહાનગર! જુઓ Video

Breaking News: શિયાળાની ગુલાબી ઠંડી સાથે મુંબઈમાં ધુમ્મસનો ચમકારો, વહેલી સવારે ગાઢ ચાદરમાં ગરકાવ થયું મહાનગર! જુઓ Video

| Updated on: Nov 17, 2026 | 11:11 AM
Share

શિયાળાની શરૂઆત સાથે મુંબઈમાં કુદરતનો અલગ જ નજારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાતાં રસ્તાઓથી લઈને દરિયાકિનારા સુધી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના દાદર સહિત અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ધૂંધળું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી.

ધુમ્મસને કારણે ઇમારતો પણ દેખાઈ ધૂંધળી

સવારના સમયે ધુમ્મસની ચાદર છવાઈ જતાં ઊંચી ઇમારતો પણ ધૂંધળી દેખાતી હતી. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં વાતાવરણ વધુ ધૂંધળું જોવા મળ્યું હતું. જેના કારણે વાહનચાલકોને રસ્તા પર અવરજવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે કામ પર જતા લોકો અને વાહનચાલકોએ ઓછી વિઝિબિલિટીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી પડી હતી.

વાહન વ્યવહારની ગતિ પડી ધીમી

ધુમ્મસની અસરને કારણે સવારના વાહન વ્યવહારની ગતિ પણ ધીમી પડી હતી. શિયાળાની શરૂઆત સાથે મુંબઈના વાતાવરણમાં આવેલા આ બદલાવને કારણે શહેરવાસીઓનું ધ્યાન ખેંચાયું છે. આગામી દિવસોમાં પણ હવામાનમાં કેવા ફેરફાર જોવા મળે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો, Breaking News : QUAD સમિટમાં આજે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, ચીનને ઘેરવા માટે બનશે ખાસ રણનીતિ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">