AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : આ કોઈ ફાર્મ હાઉસ નહી પરંતુ ગાય-ભેંસ માટે  અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હાઇટેક તબેલો છે, જુઓ વીડિયો

Breaking News : આ કોઈ ફાર્મ હાઉસ નહી પરંતુ ગાય-ભેંસ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હાઇટેક તબેલો છે, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2026 | 11:46 AM
Share

એક બાજુ દહીં અને દુધના ભાવ વધી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામની મહિલાએ બનાવેલો હાઈટેક તબેલો હાલ ચર્ચામાં છે.પરંપરાગત પશુપાલનને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમણે હાઇટેક તબેલાનું નિર્માણ કર્યું છે.

સામાન્ય રીતે પશુપાલનને પરંપરાગત વ્યવસાય માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસાના શેરપુરા ગામની એક મહિલાએ આ માન્યતા બદલી નાખી છે. ભેંસો માટે સ્વિમિંગ પૂલ, પશુઓના શરીર પર સેન્સર અને મોબાઇલ એપ્લિકેશનથી દેખરેખ. આવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હાઇટેક તબેલો તૈયાર કરી મહિલાએ પશુપાલનને નવી દિશા આપી છે. માત્ર 3 ગાયોથી શરૂ કરેલી સફર આજે 100 પશુઓ સુધી પહોંચી છે અને દરરોજ 700 લિટરથી વધુ દૂધનું ઉત્પાદન કરી આ મહિલા બન્યાં છે અન્ય પશુપાલકો માટે પ્રેરણારૂપ છે.

સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ

ડીસા તાલુકાના શેરપુરા ગામના અલ્કાબેન ચૌધરીએ પશુપાલન ક્ષેત્રે એક અનોખી પહેલ કરી છે. પરંપરાગત પશુપાલનને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમણે હાઇટેક તબેલાનું નિર્માણ કર્યું છે. આ તબેલાની સૌથી ખાસ વિશેષતા છે. ભેંસો માટે બનાવવામાં આવેલો સ્વિમિંગ પૂલ. ગરમીના દિવસોમાં પશુઓના શરીરનું તાપમાન જાળવવામાં આ સ્વિમિંગ પૂલ મદદરૂપ બને છે, જેનાથી પશુઓના સ્વાસ્થ્ય અને દૂધની ગુણવત્તા જાળવવામાં પણ મદદ મળે છે.આ તબેલામાં માત્ર સ્વિમિંગ પૂલ જ નહીં, પરંતુ પશુઓની દેખરેખ માટે આધુનિક સેન્સર ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઓટોમેટિક મશીન, કેમેરા સહિતની સુવિધાઓ

પશુઓ સાથે લગાવવામાં આવેલા સેન્સરના માધ્યમથી મોબાઇલ એપ્લિકેશન પર જ તેમના શરીરનું તાપમાન, તાવ, ગર્ભાવસ્થા અને દૂધ ઉત્પાદન સહિતની વિવિધ માહિતી મળી રહે છે. આ ઉપરાંત પશુઓને ધોવા માટે ઓટોમેટિક મશીન, કેમેરા સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેના કારણે પશુઓની સંભાળ રાખવી વધુ સરળ બની છે.

આ હાઇટેક તબેલાની સફળતા પાછળ મહિલાની પોતાની મહેનત અને કંઈક અલગ કરવાની વિચારધારા છે. ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા બાદ નોકરી કરવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2021માં માત્ર 3 ગાયો અને દરરોજ 20થી 25 લિટર દૂધના ઉત્પાદનથી પશુપાલનની શરૂઆત કરી હતી. આજે તેમની પાસે 100 જેટલાં પશુઓ છે અને દરરોજ 700 લિટરથી વધુ દૂધ ડેરીમાં ભરાવવામાં આવે છે.

પશુઓના પોષણ માટે તેઓ જાતે તૈયાર કરેલા સાઇલેજ ચારા અને ખોળનો ઉપયોગ કરે છે. પશુપાલનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાની આ મહિલા પશુપાલક માત્ર પોતાના વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યાં નથી, પરંતુ અન્ય મહિલાઓને પણ સ્વરોજગાર અપનાવી આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી રહ્યાં છે. ટેકનોલોજી અને મહેનતના સમન્વયથી તૈયાર થયેલો આ હાઇટેક તબેલો મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

 

Breaking News : જામનગરના બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગના આદેશથી ત્રણ દિવસ બંધ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">