AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર લતીફ માર્યો ગયો, સુરક્ષા દળોને મોટી સફળતા મળી

સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર લતીફ અહેમદ ભટ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. લતીફ કુલગામ નવપુરા CRPF હુમલામાં સામેલ હતો અને તેની શોધ ચાલી રહી હતી.

Breaking News : કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર લતીફ માર્યો ગયો, સુરક્ષા દળોને મોટી સફળતા મળી
| Updated on: Nov 18, 2026 | 8:25 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ લશ્કર એ તૈયબાનો કમાન્ડર લતીફ અહમદ ભટને એન્કાઉન્ટરમાં માર્યો છે. કુલગામ જિલ્લામાં બુધવાર 18 નવેમ્બરના રોજ સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી. આ દરમિયાન લતીફ માર્યો ગયો છે. લતીફ કુલગામ નવપુરા સીઆરપીએફ હુમલામાં સામેલ હતો. તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

જાણકારી મુજબ સુરક્ષાદળોએ બુધવારના રોજ શોધખોળ અભિયાન શરુ કર્યું હતુ. આ વચ્ચે સુરક્ષાદળોનો સામનો એક આંતકવાદી સાથે થયો હતો. મંગળવાર મોડી સાંજે ખુફિયા જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં શોધખોળ અભિયાન cordonશરુ કર્યું હતુ. ત્યારબાદ બુધવાર સવારે 4 કલાકે જંગલપોર વિસ્તારમાં ગોળીબારી શરુ થઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ ભટની આ વિસ્તારમાં હાજરી હોવાની જાણ થતાં સુરક્ષા દળોએ આ કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. આતંકવાદી ભટ એક મસ્જિદમાં ફસાઈ ગયો હતો અને તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ

11 નવેમ્બરના રોજ, બે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના નૌપુરા મીર બજારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની ચોકીને નિશાન બનાવી અને ગોળીબાર કર્યો. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. ઉમર નિસાર ડારે લતીફ ભટ સાથે મળીને મીર બજાર, અખરાન, હબ્લિશ અને કિલમ સહિત અનેક સ્થળોએ સુરક્ષા દળો સામે હુમલાઓનું આયોજન કરવા માટે તપાસ હાથ ધરી હતી. 11નવેમ્બરના રોજ, ઉમર નિસાર ડારે લતીફ ભટ સાથે મળીને હુમલો કર્યો અને પછી ભાગી ગયો.

10 અને 11 નવેમ્બરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતી વખતે, સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું કે ઉમર નિસાર ડાર અને લશ્કર કમાન્ડર લતીફ ભટ તે સ્થળોએ લગાવેલા અનેક સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પહેલા નિસાર ડારને મારી નાખવામાં આવ્યો હતો, અને હવે લતીફ ભટને પણ મારી નાખવામાં આવ્યો છે.

11 નવેમ્બર બુધવારના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલાના સમાચાર મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ હુમલો CRPF ટીમ પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે સુરક્ષા કર્મચારીઓ ગુમ થયાના સમાચાર હતા. જેના મૃતદેહ મળી આવ્યા હતા.

Breaking News : કિશ્તવાડમાં ગુમ થયેલા પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા, આતંકવાદીના ગોળીબાર બાદથી ગુમ હતા અહી ક્લિક કરો

Follow Us
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">