Breaking News : શાળાઓની મંજૂરીના નિયમો બદલાયા, કોંગ્રેસથી લઈને સંચાલકો સુધી કેમ થયો વિરોધ?
ગુજરાત સરકારે શાળાઓને મંજૂરી આપવાના નવા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં ધાબાને મેદાન ગણવાની અને એક જ વિસ્તારમાં બહુવિધ શાળાઓ ખોલવાની છૂટ અપાઈ છે. આ નિર્ણય સામે કોંગ્રેસે સરકાર પર યુ-ટર્નનો આરોપ લગાવ્યો છે.
ગુજરાત સરકારે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે શિક્ષણ જગતમાં મોટા વિવાદનું કેન્દ્ર બન્યા છે. અગાઉ 2 કિલોમીટરના અંતરમાં એક શાળા હોય તો બીજી શાળાને મંજૂરી મળતી ન હતી, પરંતુ હવે આ નિયમ હટાવીને એક જ વિસ્તારમાં એકથી વધુ શાળાઓ ખોલવાની છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત, મેદાન વિનાની શાળાઓને પણ ધાબાને વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારમાં 800 ચોરસ વાર અને ગ્રામ્ય વિસ્તારમાં 1000 ચોરસ વારનું ધાબું હોય તો તેને મેદાન ગણીને શાળાને મંજૂરી આપવાની જોગવાઈ કરાઈ છે.
સરકારના આ નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે અગાઉ મેદાન વગરની શાળાઓને માન્યતા નહીં આપવાની વાત કરનાર સરકારે હવે પોતાના જ નિર્ણયથી યુ-ટર્ન લીધો છે. બીજી તરફ, શાળા સંચાલક મહામંડળે પણ આ નવા નિયમો સામે વાંધો ઉઠાવ્યો છે અને નિયમોમાં જરૂરી સુધારા કરવા માટે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી, સુરેન્દ્રનગરમાં મુસાફરો રઝળી પડ્યા, જુઓ Video

