AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટનો અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો, જુઓ વીડિયો

Breaking News : રાજકોટનો અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2026 | 11:58 AM
Share

હાલમાં રાજકોટના અટલ સરોવરમાં રિલબાજોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ચર્ચામાં છે. બીઆરટીએસ રૂટ પર નંબર પ્લેટ વગરની કાર વચ્ચે રાખીને જન્મદિવસની ઉજવણી કરી છેરિલબાજો સામે કડક કાર્યવાહી થશે કે તંત્ર મૂકપ્રેક્ષક બની રહેશે?

સોશિયલ મીડિયા પર એક લાઈફ અને ફોલોઅર્સ માટે લોકો પોતાના જીવને તો જોખમમાં મુકે છે. સાથે નિયમના પણ ધજાગરા ઉડાડે છે.વાયરલ થયેલા વીડિયો પરથી એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે આ સ્ટંટ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા કે રીલ બનાવવાના હેતુથી કરવામાં આવ્યા હોય.રાજકોટના નવા રિંગ રોડ પર લોકો બેફામ બન્યા છે. અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો છે.

જન્મદિવસની ઉજવણીનો વીડિયો

સોશિયલ મિડીયામાં રસ્તા વચ્ચે જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો વાયરલ થયા છે.બીઆરટીએસ રૂટ પર નંબર પ્લેટ વગરની કાર વચ્ચે રાખીને જન્મદિવસની ઉજવણી કરી છે.સોશિયલ મિડીયામાં રિલ્સ વાયરલ થતાં સવાલો ઉભા થયા છે.રાજકોટના નવા રિંગ રોડ પર રિલબાજોનો બેફામ આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. BRTS રૂટમાં નંબર પ્લેટ વગરની કારમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. તેમજ જાહેર રસ્તા વચ્ચે જન્મદિવસની ઉજવણીના વીડિયો વાયરલ થતા હોય છે.અવારનવાર વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

અટલ સરોવરમાં રિલબાજોનો વીડિયો વાયરલ

રાજકોટના અટલ સરોવરમાં રિલબાજોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ સાથેરાજકોટ-મોરબી હાઇ વે પરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.બાઇકમાં સ્ટંટબાજો દ્રારા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે સ્ટંટ કરી રહ્યા છે.બે બાઇકચાલકો બાઇક પર સૂઇને સ્ટંટ કરી રહ્યા છે.સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અવારનવાર રાજકોટ-જામનગર હાઇ વે અને રાજકોટ-મોરબી હાઇવે પર સ્ટંટબાજ બાઇકચાલકોના વિડીયો સામે આવે છે.રિલબાજો સામે કડક કાર્યવાહી થશે કે તંત્ર મૂકપ્રેક્ષક બની રહેશે? તે હાલ પ્રશ્ન થઈ રહ્યો છે.

 

 

Breaking News : રાજકોટમાં માધાપર ચોકડી પાસે યુવકોના જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">