AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠામાં વકરતું જળસંકટ! ઘઉંના વાવેતર સામે પડકાર, ખેડૂતોની સરકાર પાસે આજીજી - જુઓ Video

બનાસકાંઠામાં વકરતું જળસંકટ! ઘઉંના વાવેતર સામે પડકાર, ખેડૂતોની સરકાર પાસે આજીજી – જુઓ Video

| Updated on: Nov 18, 2026 | 4:56 PM
Share

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાણીની ગંભીર અછતને કારણે ખેડૂતો ઘઉંનું વાવેતર કરી શકતા નથી. કુવા-બોર ખાલીખમ છે અને કેનાલો સૂકીભઠ્ઠ છે. ખેડૂતો દાંતીવાડા ડેમમાં સૌની યોજના હેઠળ પાણી છોડવાની માગ કરી રહ્યા છે, અન્યથા આર્થિક નુકસાન અને જીવનનિર્વાહનો પ્રશ્ન ઊભો થશે.

બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોને પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં ખેતરોમાં ઘઉં જેવા શિયાળુ પાકનું વાવેતર કરવા માટે જરૂરી પાણી ઉપલબ્ધ નથી.

પાલનપુરના ગઢ પંથક સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કૂવા અને બોરવેલના તળિયા દેખાઈ રહ્યા છે, જ્યારે સિંચાઈ માટેની કેનાલો પાણી વિના સૂકીભઠ્ઠ છે. ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ગયા છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં, દર વર્ષે શિયાળુ સિઝનમાં ઘઉંની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે અસમંજસમાં મુકાયા છે. પાણીના અભાવે તેમની ખેતીની આશા નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ છે.

ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. બનાસકાંઠાના ધરતીપુત્રોએ સરકાર સમક્ષ દાંતીવાડા ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવાની તાત્કાલિક માગ કરી છે. તેમની નજર હવે સરકારના નિર્ણય પર ટકેલી છે કે, તેઓ શું સમયસર પાણી છોડીને તેમની મુશ્કેલી હળવી કરાશે?

Breaking News: અલ નીનોની અસરથી ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી મોડી, બે દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">