AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીને ગુજરાતી અભિનેત્રીએ અવાજ આપ્યો?

"રામાયણ: રાઇઝ ઓફ અ લિજેન્ડ" માં સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવે છે. તેના પાત્રને અવાજ ગુજરાતી કલાકારે આપ્યો છે. ભાગ 2 વિશે કયા અપડેટ્સ પણ આપી છે.

'રામાયણ'માં સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીને ગુજરાતી અભિનેત્રીએ અવાજ આપ્યો?
| Updated on: Nov 18, 2026 | 2:22 PM
Share

મેગા બજેટ ફિલ્મ રામાયણ રાઈઝ ઓફ ધ લિજેન્ડમાં ધુમ મચાવી રહી છે. ફિલ્મના દરેક અભિનેતાના ચાહકો તરફથી વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને માતા સીતાનું પાત્ર નિભાવનારી સાંઈ પલ્લવીએ શાનદાર કામ કર્યું છે. જેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે, સાંઈ પલ્લવીની આ શાનદાર એક્ટિંગે પોતાનો અવાજ કઈ અભિનેત્રીએ આપ્યો છે.

ફેમસ ટીવી અભિનેત્રી અને વોઈસ ઓવર આર્ટિસ્ટ અમી ત્રિવેદીએ સાંઈ પલ્લવીની એક્ટિંગને અવાજ આપ્યો છે. અમી ત્રિવેદીએ સાંઈ પલ્લવી માટે ડબિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

અમી ત્રિવેદીએ કહ્યું આ વર્ષની શરુઆતમાં રામાયણના ઓડિશન માટે ફોન આવ્યો હતો. મે સીતા માતાના પાત્ર માટે ઓડિશન આપ્યું હતુ. નિતેશ તિવારી અને તેની ટીમને અમીનો અવાજ સાંઈ પલ્લવીના પાત્ર માટે સૌથી બેસ્ટ લાગી હતી. અમીનું માનવું છે કે, તેમણે દિલથી કરેલા મેનિફેસ્ટેશન અને ભગવાનની કૃપાનું પરિણામ છે. આ માટે તેને આટલા મોટા પ્રોજેક્ટ સાથે જોડાવવાની તક મળી છે.

View this post on Instagram

સાંઈ પલ્લવી સાથે ખાસ વાતચીત કરી

ડબિંગ શરુ કરતા પહેલા અમી ત્રિવદીએ ખુદ સાંઈ પલ્લવી સાથે વાત કરી હતી. અમીએ કહ્યું જ્યારે તેમણે સ્ટૂડિયોમાં માતા સીતાનો સીન જોયો તો તેની દિવ્યતામાં ખોવાય ગઈ હતી.

રમાયણ પાર્ટ 2ને લઈ આપ્યું અપડેટ

અમી ત્રિવેદી આ પહેલા હેરી પોટર,સુપરમેન, ડ્યુન માં જેડાયા જેવા અનેક ઈન્ટરનેશનલ પાત્રોને પોતાનો અવાજ આપી ચૂકી છે. રામાયણના મળી રહેલા ચાહકોના પ્રેમથી તે ખુબ ખુશ છે. રામાયણ પાર્ટ 2માં વાપસીના સવાલ પર અમીએ કહ્યું હજુ બીજો પાર્ટ બની રહ્યો છે. ટીમસાથે આ વિશે વાત થઈ નથી. પરંતુ તેને આશા છે કે,આગળ પણ આ તક જરુર મળશે.

SACNILC ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે “રામાયણ ભાગ 1” નું 13મા દિવસે નેટ કલેક્શન આશરે 28.70 કરોડ હતું. આ સાથે, ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 821 કરોડને વટાવી ગયું છે.

1 શરત પર બોલિવુડ અભિનેતાની દુલ્હન બની, 30 મિનિટમાં લગ્ન કરનાર સુનિતાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
g clip-path="url(#clip0_868_265)">