AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખ ખાનની KKR ને મળશે નવો માલિક, જુહી ચાવલાના પતિને મળશે આટલા હજાર કરોડ રૂપિયા

ત્રણવારની IPL ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. KKR ના માલિક જુહી ચાવલાના પતિ જય મહેતા ટીમમાં પોતાનો 22.5 ટકા હિસ્સો અમેરિકન કંપનીને વેચવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આ સોદો આશરે ₹3,739 કરોડમાં થઈ શકે છે. જોકે, સોદો પૂર્ણ કરવા માટે BCCIની મંજૂરી જરૂરી રહેશે.

શાહરુખ ખાનની KKR ને મળશે નવો માલિક, જુહી ચાવલાના પતિને મળશે આટલા હજાર કરોડ રૂપિયા
KKRImage Credit source: X
| Updated on: Nov 18, 2026 | 5:01 PM
Share

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતા, કોલકાતા નાઈટ રાઈડર્સમાં પોતાનો હિસ્સો વેચવા માટે તૈયાર છે. તેમની પાસે ટીમમાં 45 ટકા હિસ્સો છે, જેમાંથી તેઓ 22.5 ટકા હિસ્સો એક અમેરિકન કંપનીને વેચવાની યોજના ધરાવે છે. અહેવાલો અનુસાર, જય મહેતા તેમના 45 ટકા હિસ્સામાંથી અડધો હિસ્સો અમેરિકન કંપની એરેસ મેનેજમેન્ટને વેચી રહ્યા છે. એરેસ મેનેજમેન્ટ એક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે જે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ચેલ્સિયા ફૂટબોલ ક્લબ અને NFLમાં મિયામી ડોલ્ફિન્સ સહિત અનેક વૈશ્વિક સ્પોર્ટ્સ ક્લબની પણ માલિકી ધરાવે છે.

જય મહેતાને 3,739 કરોડ રૂપિયા મળશે

એક અહેવાલ મુજબ, જય મહેતા KKR માં 22.5 ટકા હિસ્સો આશરે $400 મિલિયનમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. આ રકમ 3,739 કરોડ રૂપિયા થાય છે. KKR નું કુલ વેલ્યુએશન $1.78 બિલિયન એટલે આશરે ₹16,634 કરોડ થાય છે. જય મહેતા, તેની અભિનેત્રી પત્ની જુહી ચાવલા મહેતા સાથે નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક હતા, જેમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન 55 ટકા હિસ્સો ધરાવે છે. ત્રણેય પ્રમોટરોએ કોલકાતા નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી અને 2007 માં નાઈટ રાઈડર્સ ટીમ ખરીદી હતી.

આખો સોદો રોકડમાં થશે

જય મહેતા અને એક અમેરિકન કંપની વચ્ચે થયેલા સોદા અંગે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખો સોદો રોકડમાં થશે, એટલે કે જય મહેતાને ₹3,739 કરોડ રોકડમાં મળશે. જોકે, ટીમમાં આ હિસ્સો વેચવા માટે BCCI ની પરવાનગી જરૂરી રહેશે. સોદો અંતિમ સ્વરૂપ પામે તે પહેલાં BCCI નવા માલિકની સંપૂર્ણ તપાસ કરશે. BCCI ને આ સોદામાંથી ટ્રાન્ઝેક્શન રકમના પાંચ ટકા મળશે. આનો અર્થ એ થયો કે BCCI ને $20 મિલિયન મળશે, જે ભારતીય રૂપિયામાં ₹200 કરોડ બરાબર છે.

Breaking News: આ ખેલાડીએ MS ધોની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

Follow Us
બનાસકાંઠામાં જળસંકટ! ખેડૂતો ઘઉંના વાવેતર માટે પાણીની રાહમાં
બનાસકાંઠામાં જળસંકટ! ખેડૂતો ઘઉંના વાવેતર માટે પાણીની રાહમાં
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
g clip-path="url(#clip0_868_265)">