Ticket Rules : શું તમે તમારી ટ્રેન ટિકિટ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકો છો? જાણો શું છે રેલવેના નિયમો
ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકો ટિકિટ પહેલાથી જ બુક કરી લેતા હોય છે. તો જનરલ જેવા કોચ માટે ટિકિટ જે-તે સમયે લેતા હોય છે. પરંતુ ક્યારેક અચાનક કોઈ કામ આવી જાય. જેનાથી લોકોને મુસાફરીનો આખો પ્લાન બદલવો પડે છે. પરંતુ આવી સ્થિતિમાં સૌથી પહેલા ટિકિટ કેન્સલ કરી અને રિફંડની ચિંતા થવા લાગે છે.

ભારતીય રેલવેના નિયમમાં એક સુવિધા એવી પણ છે. જેના વિશે ખુબ ઓછી સંખ્યામાં લોકો જાણે છે. જેના હેઠળ કેટલીક ખાસ પરિસ્થિતિમાં કન્ફોર્મ ટિકિટ પર યાત્રિકનું નામ બદલી શકાય છે.

આનો મતલબ એ થયો કે, જો કોઈ ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ મુસાફરી ન કરી શકે. તો તેના સ્થાને અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકે છે. પરંતુ આ સુવિધા બધા માટે નથી.

તો ચાલો જાણીએ ટ્રેન ટિકિટ ટ્રાન્સફરના નિયમો શું છે અને આનો લાભ કોને કોને મળી શકે છે.રેલવેના નિયમો અનુસાર ,વ્યક્તિગત ટિકિટ પર નામ બદલી પરિવારના કેટલાક નજીકના સભ્યોના નામે તે ટિકિટ ટ્રાન્સફર કરી શકાય છે.

જો તમે અન્ય કોઈ કારણોસર ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. તો તમે કન્ફોર્મ ટિકિટ પરિવારના આ સભ્યોમાંથી અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી શકો છો. જેમાં પિતા,માતા, ભાઈ-બહેન ,દિકરા-દીકરી અને પતિ અને પત્નીના નામ સામેલ છે.

તમે પાડોશી, કાકા,મામા કે અન્ય કોઈ સંબંધીના નામ પર આ સુવિધા મળતી નથી. આ માટે ટ્રેનના નિર્ધારિત સમયથી અંદાજે 24 કલાક પહેલા આવેદન કરવું જરુરી હોય છે.

શું વિદ્યાર્થીઓ અને લગ્નના મહેમાનો માટે કોઈ સુવિધાઓ છે?રેલવે પાસે ચોક્કસ ગ્રુપ માટે ટિકિટ ટ્રાન્સફર કરવાની પણ જોગવાઈ છે.

માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી વિદ્યાર્થીની ટિકિટ તે જ સંસ્થાના બીજા વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાય છે.ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં સંસ્થાના વડાને લેખિત અરજી સબમિટ કરવી આવશ્યક છે.
Indian Railways : કેટલા વર્ષમાં એક્સપાયર થઈ જાય છે ટ્રેન, કેટલી હોય છે ટ્રેનની ઉંમર જાણો અહી ક્લિક કરો
