AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બહેરીનમાં રડાર પર હુમલા બાદ ભડક્યું અમેરિકા, ઈરાનના મિસાઈલ બેઝ પર છોડ્યાં મિસાઈલો

બહેરીનમાં અમેરિકાની રડાર સિસ્ટમ પર હુમલા બાદ અમેરિકા ભડક્યું! ઈરાનના મિસાઈલ બેઝને નિશાન બનાવી અમેરિકાએ મિસાઈલો છોડી હોવાના અહેવાલ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવથી મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વધી છે. બીજી તરફ, ઓમાન અને કતાર શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં જોડાયા છે.

બહેરીનમાં રડાર પર હુમલા બાદ ભડક્યું અમેરિકા, ઈરાનના મિસાઈલ બેઝ પર છોડ્યાં મિસાઈલો
us-iran-conflict-iran-airstrike-Bahrain Radar Attack Qeshm Island Middle East War
| Updated on: Nov 18, 2026 | 8:36 AM
Share

US Iran Conflict : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સૈન્ય તણાવ વધી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. બહેરીનમાં અમેરિકન સૈન્ય રડાર સિસ્ટમ પર હુમલાના દાવા બાદ અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર આવેલા મિસાઈલ લોન્ચિંગ ઠેકાનાને નિશાન બનાવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાથી મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ઉગ્ર બનવાની આશંકા વધતી જોવા મળી રહી છે.

બહેરીનના રડાર પર હુમલા બાદ અમેરિકાની કાર્યવાહી

પ્રાપ્તથતા અહેવાલો અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાડર્સએ બહેરીનના શેખ ઈસા એરબેઝ પર અમેરિકન સૈન્ય રડાર સિસ્ટમને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો. આ એરબેઝ પર અમેરિકાની મહત્ત્વપૂર્ણ સૈન્ય સુવિધાઓ આવેલી છે. જોકે, બહેરીનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું હોવાના સમાચાર નથી.

કેશમ ટાપુ પર અમેરિકાનો હવાઈ હુમલો

અમેરિકાના એક સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન લડાકુ વિમાનોએ હોર્મુઝ જળમાર્ગ નજીક ઈરાનના મિસાઈલ લોન્ચિંગ સ્થળ પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહી અમેરિકન સૈન્ય સુવિધાઓ પરના હુમલાના જવાબમાં કરવામાં આવી હોવાનું કહેવાય છે.

બીજી તરફ, ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલાથી કોઈ માળખાકીય સુવિધાને નુકસાન થયું નથી. આથી હુમલાની અસર અંગે બંને તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે.

ઓમાન અને કતારના શાંતિ પ્રયાસો

સૈન્ય તણાવ વચ્ચે ઓમાન અને કતાર યુદ્ધ અટકાવવા રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે. કતારના અધિકારીઓએ ઈરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટેના પ્રસ્તાવો અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઓમાન પહોંચ્યા હતા. ત્યાં સમુદ્રી સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર અંગે ચર્ચા થઈ હતી.

હોર્મુઝમાં ઓઇલ ટેન્કરો પર હુમલાથી ચિંતા

હોર્મુઝ જળમાર્ગમાં ઓઇલ ટેન્કરો પર હુમલાના અહેવાલોએ વૈશ્વિક બજારમાં ચિંતા વધારી છે. આ માર્ગ પરથી વિશ્વના આશરે 20 ટકા તેલ અને LNGનો પુરવઠો પસાર થાય છે. અહેવાલ મુજબ, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 0.4 ટકાનો વધારો થયો હતો અને ભાવ પ્રતિ બેરલ 92.76 ડોલર નોંધાયો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની અસર હવે વૈશ્વિક વેપાર, ઊર્જા પુરવઠા અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પણ પડી રહી છે. સમગ્ર વિશ્વની નજર હવે બંને દેશોની આગામી કાર્યવાહી અને શાંતિ મંત્રણા પર છે.

આ પણ વાંચો : બગદાણા ધામમાં ફરી વિવાદનું વમળ, ટ્રસ્ટ સામે 14 માંગણીઓ અને રાજકીય દખલગીરીના આક્ષેપ

Follow Us
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
અમદાવાદમાં દિવાળી ટાણે લીધેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ જાહેર
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
SSG હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે?
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
રાજકોટમાં ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટરે રૂ 2થી 4નો વધારો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી! કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">