વન વિભાગની રાહ જોતા થાકી મહિલા, જાળ બિછાવીને પકડી લીધો 4 ફૂટ લાંબો મગર
મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા ખેડૂતે પોતાની હિંમત અને આગવીસુઝથી 4 ફૂટ લાંબા મગરને પકડી પાડ્યો છે. મોટાભાગના લોકોને મગરનું નામ સાંભળતા જ દિલમાં ડર જોવા મળતો હોય છે. ત્યારે મધ્યપ્રદેશમાં મહિલાએ મગર પકડીને વન વિભાગના અધિકારીને હાથમાં પકડાવ્યો હતો.

જબલપુરના ગામમાં મગર દેખાતા ફેલાયો ભય
મહત્વનું છે કે જબલપુરના સુનપુર ઘાના નામના ગામના તળાવમાં વિશાળકાય મગર જોવા મળતા જ ગ્રામજનોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેની જાણ વનવિભાગને પણ કરવામાં આવી હતી. પરંતુ સમયસર વનવિભાગના અધિકારી ઘટનાસ્થળે ન પહોંચતા મહિલાએ રેસ્ક્યુ કરવાનું વિચાર્યું હતું.
ખેડૂત દંપતીએ કર્યું રેસ્ક્યુ
મળતી માહિતી અનુસાર જબલપુરના ખમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સુનપુર ઘાના ગામના ખેડૂત લખપત યાદવ અને તેમની પત્નીએ ખેતરની નજીક આવેલા તળાવમાં મગરનું રેસ્ક્યૂ કરવા માટે લાંબા સમય સુધી રેસ્ક્યૂ ટીમ ન આવતા ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દંપતીએ જાતે જ મગરને પકડવાનો નિર્ણય કર્યો હતો.
બંનેએ મળીને તળાવમાં જાળ બિછાવી હતી. ભારે મહેનત બાદ ચાર ફૂટ લાંબો મગર જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ મગરને પોતાના હાથમાં ઉઠાવી લીધો હતો અને વન વિભાગના કર્મચારીઓને સોંપી દીધો હતો. મહિલાની આ હિંમત જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સોશિયલ મીડિયા પર ઘટનાની ચર્ચા
આ ઘટનાની તસવીરો અને સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યા બાદ લોકો મહિલાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે જાણ કરવા છતાં રેસ્ક્યૂ ટીમ સમયસર કેમ ન પહોંચી?
આ પણ વાંચો : Breaking News : નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી, સુરેન્દ્રનગરમાં મુસાફરો રઝળી પડ્યા, જુઓ Video