3 દેવતાઓ જેમને પોતાની પત્નીઓએ જ આપ્યો હતો શ્રાપ, કોઈની દૃષ્ટિ વિનાશકારી તો કોઈની પૂજા પર લાગ્યો પ્રતિબંધ
હિન્દુ પૌરાણિક કથાઓમાં ત્રણ દેવતાઓનું વર્ણન છે જેમને તેમની પત્નીઓએ શાપ આપ્યો હતો. આમાં શનિદેવ, સૂર્યદેવ અને બ્રહ્માનો સમાવેશ થાય છે. ચાલો આ શાપ પાછળની રસપ્રદ વાર્તાઓ જાણીએ.

હિન્દુ ધર્મ શાસ્ત્ર અને પૌરાણિક કથાઓમાં દેવી-દેવતાઓ સાથે જોડાયેલા અનેક પ્રસંગ જોવા મળે છે. જે હેરાન કરી દેનારા હોય છે. જેમાં શ્રાપની કથાઓનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કેટલીક વખત દેવતાઓએ અસુરો અને મનુષ્યને શ્રાપ આપ્યો હતો. આવા કેટલાક પ્રસંગો છે. જ્યારે દેવી દેવતાઓને ખુદ શ્રાપનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રાપની અસર તેના જીવન અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર જોવા મળી હતી.
શું તમે જાણો છો કે, હિન્દુ પૌરાણિક કથાઓમાં 3 એવા દેવતાઓનું પણ વર્ણન જોવા મળે છે. જેમણે પોતાની પત્નીઓએ જ શ્રાપ આપ્યો હતો. તેમાં શનિદેવ, ભગવાન બ્રહ્મા અને સૂર્ય દેવનું નામ સામેલ છે. કોઈની દ્રષ્ટિ વિનાશકારી માનવા પાછળ તેની પત્નીનો શ્રાપ ગણવામાં આવે છે. તો કોઈની પૂજા પર પ્રતિબંધ લગાવવાની કથા પ્રચલિત છે. તો ચાલો જાણીએ 3 દેવાતીઓ સાથએ જોડાયેલી આ રોચક પૌરાણિક કથા
શનિદેવની પત્નીએ કેમ આપ્યો હતો શ્રાપ?
પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવની પત્નીનું નામ ચિત્રરથ કન્યા જણાવવામાં આવે છે. તેમણે ધમિષ્ઠા અથવા માંદાના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, શનિદેવ બાળપણથી ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમજ હંમેશા તેની ભક્તિમાં લીન રહેતા હતા.
બ્રહ્મ પુરાણમાં વર્ણિત કથા અનુસાર એક વખત લગ્ન પછી શનિદેવની પત્ની ઋતુ સ્નાન કરી પુત્ર પ્રાપ્તિ ઈચ્છાથી તેની પાસે પહોંચી. તે સમયે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાનમાં એટલા મગ્ન હતા કે, તેમણે પોતાની પત્ની આવી હોવાનું ધ્યાન રહ્યું નહી. ખુબ રાહ જોયા પછી તેની પત્ની નિરાશ અને ક્રોધિત થઈ હતી.
ત્યારબાદ તેમણે શનિદેવને શ્રાપ આપ્યો કે, આજથી તે પોતાની દષ્ટિથી કોઈને પણ જોશે. તેનો વિનાશ થઈ જશે. માન્યતા છે કે, આ શ્રાપના કારણે શનિદેવની દષ્ટિને અશુભ અને વિનાશકારી માનવામાં આવે છે. આ કારણ છે કે, શનિદેવ પોતાની નજર નીચે રાખે છે.
ભગવાન બ્રહ્માને માતા સાવિત્રીએ કેમ આપ્યો શ્રાપ?
પૌરાણિક કથાઓમાં ભગવાન બહ્મા અને માતા સાવિત્રી સાથે જોડાયેલી એક રોચક કથા જોવા મળે છે. પદ્મ પુરાણ અનુસાર એક વખત પુષ્કરમાં ભગવાન બ્રહ્મા દ્વારા એક વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. યજ્ઞના નિયમ મુજબ આ અનુષ્ઠાનમાં બ્રહ્માજીની સાથે તેની પત્ની હાજર રહેવું જરુરી હતુ.
કથા અનુસાર શુભ મુહૂર્ત આવતા બ્રહ્માજીએ સ્થાનીય અહીર કન્યા ગાયત્રી સાથે લગ્ન કર્યા અને તેની સાથે યજ્ઞ કરવાનું શરુ કર્યું. થોડા સમય પછી જ્યારે માતા સાવિત્રી ત્યાં પહોંચી તો તેમણે બ્રહ્માજી સાથે બીજી સ્ત્રીને બેસેલી જોઈ ક્રોધિત થઈ અને તેમણે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે, સંસારમાં કોઈ પણ તેની પૂજા કરશે નહી
ધાર્મિક માન્યતા અનુસાર માતા સાવિત્રીના આ શ્રાપના કારણે ભગવાન બ્રહ્માના મંદિર ખુબ ઓછા જોવા મળે છે. રાજસ્થાનના પુષ્કર સ્થિત બ્રહ્મા મંદિર તેનું મુખ્ય અને પ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે.
સૂર્યદેવની પત્ની છાયાએ તેમને શા માટે શ્રાપ આપ્યો?
પૌરાણિક કથાઓ અનુસાર, સૂર્યદેવને બે પત્નીઓ હતી, સંજ્ઞા અને છાયા. શનિદેવને દેવી છાયાના પુત્ર માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર, સૂર્યદેવ તેમના પુત્ર શનિદેવ સાથે સારો વ્યવહાર કરતા નહોતા. તેઓ શનિદેવના સ્વભાવ અને વર્તનથી નારાજ હતા.
એવું કહેવાય છે કે એક દિવસ સૂર્યદેવે શનિદેવ અને તેમની માતા છાયાને પોતાના ઘરેથી અલગ કરી દીધા અને તેમને કુંભ રાશિમાં રહેવા મોકલી દીધા. છાયા સૂર્યદેવના પોતાના પુત્ર અને પોતાની જાત સાથેના વર્તનથી ખૂબ જ દુઃખી અને ગુસ્સે થઈ ગઈ.
આ પછી, દેવી છાયાએ સૂર્યદેવને શ્રાપ આપ્યો. માન્યતા છે કે, આ શ્રાપના પ્રભાવથી સૂર્ય દેવને કુષ્ઠ રોગ થયો હતો. ત્યારબાદ ભગવાન યમરાજની આરાધના પછી તેમને આ રોગમાંથી મુકતિ મળી હતી. આ રીતે પૌરાણિક કથાઓમાં સૂર્ય દેવને પણ તેની પત્ની પાસેથી શ્રાપ મળ્યો હતો.
Disclaimer: આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.
