AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રિજ વારંવાર ખોલવાથી ખરેખર વીજળીનું બિલ વધારે આવે છે? જાણો અહીં

ઘણીવાર ઘરના બાળકો અને મોટા લોકો કોઈ ખાસ કારણ વગર વારંવાર ફ્રિજનો દરવાજો ખોલતા અને બંધ કરતા રહે છે. ક્યારેક ઠંડું પાણી જોવા માટે તો ક્યારેક આમ જ ફ્રિજમાં શું છે તે જોવા માટે દરવાજો ખોલવામાં આવે છે. ત્યારે શું ખરેખર ફ્રિજને વારંવાર ખોલવાથી ખરેખર વીજળીનું બિલ વધારે આવે છે ચાલો જાણીએ.

| Updated on: Nov 17, 2026 | 3:48 PM
Share
ઉનાળો હોય કે શિયાળો, લોકોના ઘરમાં ફ્રિજ એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, જે 24 કલાક સતત ચાલુ રહે છે. પરંતુ ઘણીવાર ઘરના બાળકો અને મોટા લોકો કોઈ ખાસ કારણ વગર વારંવાર ફ્રિજનો દરવાજો ખોલતા અને બંધ કરતા રહે છે. ક્યારેક ઠંડું પાણી જોવા માટે તો ક્યારેક આમ જ ફ્રિજમાં શું છે તે જોવા માટે દરવાજો ખોલવામાં આવે છે. ત્યારે શું ખરેખર ફ્રિજને વારંવાર ખોલવાથી ખરેખર વીજળીનું બિલ વધારે આવે છે ચાલો જાણીએ.

1 / 8
જ્યારે પણ તમે ફ્રિજનો દરવાજો ખોલો છો ત્યારે અંદર રહેલી ઠંડી હવા ઝડપથી બહાર નીકળી જાય છે અને બહારની ગરમ હવા અંદર પ્રવેશે છે. ફ્રિજની અંદરનું તાપમાન અચાનક વધતાં તેના સેન્સર તરત જ સક્રિય થઈ જાય છે. ત્યારબાદ અંદરનું તાપમાન ફરી સામાન્ય કરવા માટે કોમ્પ્રેસરને વધુ સમય સુધી કામ કરવું પડે છે.

2 / 8
એક સામાન્ય 250થી 300 લિટરનું ફ્રિજ દરરોજ સરેરાશ 1થી 1.5 યુનિટ વીજળી વાપરે છે. પરંતુ જો દિવસ દરમિયાન ફ્રિજનો દરવાજો 20થી 30 વખત બિનજરૂરી રીતે ખોલવામાં આવે તો કોમ્પ્રેસરનો કાર્યકાળ વધી જાય છે. જેના કારણે ફ્રિજની દૈનિક વીજળીની ખપતમાં આશરે 15થી 25 ટકા સુધીનો વધારો થઈ શકે છે. તેની સીધી અસર તમારા વીજળીના મીટર પર જોવા મળે છે.

3 / 8
જો આ વધારાના ખર્ચની ગણતરી મહિનાના આધારે કરવામાં આવે તો દર મહિને વીજળીના બિલમાં આશરે 10થી 15 યુનિટનો વધારાનો વપરાશ થઈ શકે છે. જો તમારા શહેરમાં વીજળીનો દર પ્રતિ યુનિટ ₹7થી ₹8 હોય તો માત્ર ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાની આદતને કારણે દર મહિને ₹100થી ₹150 સુધી વધુ ચૂકવવા પડી શકે છે.

4 / 8
ફ્રિજનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી શું થાય છે? : જો ફ્રિજનો દરવાજો થોડીક સેકન્ડને બદલે એક કે બે મિનિટ સુધી ખુલ્લો રાખવામાં આવે તો પણ તેની કૂલિંગ પર અસર થાય છે. ઘણા લોકો પાણીની બોટલ કાઢતી વખતે અથવા શાકભાજી શોધતી વખતે દરવાજો ખુલ્લો રાખીને વિચારતા રહે છે. આ દરમિયાન અંદરની ઠંડી હવા બહાર નીકળી જાય છે અને ફ્રિજનું તાપમાન વધે છે. ત્યારબાદ કોમ્પ્રેસરને ફરીથી જરૂરી ઠંડક મેળવવા માટે વધુ સમય સુધી કામ કરવું પડે છે.

5 / 8
વારંવાર ફ્રિજ ખોલવાથી કોમ્પ્રેસર પર પણ પડે છે અસર : વારંવાર ફ્રિજનો દરવાજો ખોલવાથી માત્ર વીજળીનું બિલ જ નથી વધતું, પરંતુ ફ્રિજની કાર્યક્ષમતા પર પણ ખરાબ અસર પડી શકે છે. વારંવાર તાપમાનમાં ફેરફાર થવાથી કોમ્પ્રેસર પર વધારાનો ભાર પડે છે. જેના કારણે લાંબા ગાળે તેની કાર્યક્ષમતા અને આયુષ્ય પર અસર થઈ શકે છે. આ ઉપરાંત સતત ગરમ હવા અંદર જવાથી ફ્રીઝરમાં વધુ બરફ જામી શકે છે, જે કૂલિંગ પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

6 / 8
વીજળીનું બિલ ઘટાડવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો : વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માટે સૌથી પહેલાં ઘરના સભ્યોએ ફ્રિજ ખોલતાં પહેલાં શું વસ્તુ કાઢવાની છે તે નક્કી કરવાની આદત પાડવી જોઈએ. એક જ વખતમાં જરૂરી વસ્તુઓ બહાર કાઢી લો અને તરત જ દરવાજો બંધ કરી દો. આ ઉપરાંત પાણીની બોટલોને ફ્રિજના દરવાજા પર આવેલા રેકમાં રાખવાને બદલે અંદરની શેલ્ફમાં રાખવાનો પ્રયાસ કરો, જેથી તે યોગ્ય રીતે ઠંડી રહી શકે.

7 / 8
ફ્રિજના દરવાજા પર લાગેલી રબર ગાસ્કેટને મહિનામાં એકવાર હૂંફાળા પાણીથી સાફ કરો. તેની પકડ ચકાસવા માટે દરવાજા વચ્ચે કાગળનો એક ટુકડો રાખીને દરવાજો બંધ કરો. ત્યારબાદ કાગળ બહાર ખેંચવાનો પ્રયાસ કરો. જો કાગળ સરળતાથી બહાર આવી જાય તો રબરની પકડ નબળી પડી હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં રબર બદલવાની જરૂર પડી શકે છે. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે ફ્રિજની વીજળીની ખપત ઘટાડી શકો છો અને દર મહિને વીજળીના બિલમાં થતી બિનજરૂરી વધારાની ચૂકવણીથી બચી શકો છો.

8 / 8

જૂના મોબાઈલ, ટેબલેટ અને લેપટોપનું શું કરવું? ફેંકતા પહેલાં જાણી લો આ 5 ઉપયોગી રીતો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">