AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘શરાબી’ બનવા માટે અમિતાભ બચ્ચને ખરેખર પીધો હતો ‘દારુ’? KBC માં Big Bએ ખોલ્યો 42 વર્ષ ‘જૂનો રાઝ’

બોલિવૂડના 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચને પોતાની શાનદાર અભિનય શૈલીથી દર્શકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. તેમની વર્ષ 1984માં આવેલી સુપરહિટ ફિલ્મ 'શરાબી' આજે પણ દર્શકોના મનમાં તાજી છે, જેમાં તેમણે દારૂના નશામાં રહેતા એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. તે જમાનામાં તેમની આ અદાકારી જોઈને દર્શકો એ વાત પર અસમંજસમાં પડી ગયા હતા કે, શું બચ્ચને ખરેખર શૂટિંગ પહેલાં દારૂ પીધો હતો?

‘શરાબી’ બનવા માટે અમિતાભ બચ્ચને ખરેખર પીધો હતો 'દારુ'? KBC માં Big Bએ ખોલ્યો 42 વર્ષ 'જૂનો રાઝ'
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Nov 18, 2026 | 3:48 PM
Share

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને તેમની લાંબી ફિલ્મી કારકિર્દીમાં એવા ઘણા પાત્રો ભજવ્યા છે, જેને આજે પણ યાદ કરવામાં આવે છે. વર્ષ 1984માં આવેલી તેમની ફિલ્મ ‘Sharabi’ પણ તેમાંથી એક છે.

આ ફિલ્મમાં બચ્ચને એક એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું, જે દારૂના નશામાં રહે છે. બચ્ચનનો અભિનય શરાબી ફિલ્મમાં શાનદાર હતો. એક સમયે દર્શકોને એવું લાગ્યું કે, બચ્ચને આ પાત્ર ભજવવા માટે ખરેખર દારૂ પીધો હશે.

જો કે, હવે વર્ષો પછી અમિતાભે ખુદ આ સવાલનો જવાબ આપ્યો છે. આ રસપ્રદ કિસ્સો તેમણે તેમના શો ‘Kaun Banega Crorepati 18’ માં સંભળાવ્યો હતો.

અમિતાભ બચ્ચને ખૂલીને વાત કરી

Showના એક એપિસોડમાં કન્ટેસ્ટન્ટ મહિમા મનોરમ યાદવના મંગેતર વિમલ Video Call દ્વારા અમિતાભ બચ્ચન સાથે જોડાયા. વિમલે જણાવ્યું કે, તેઓ ફિલ્મ ‘શરાબી’ ઓછામાં ઓછી 50 વખત જોઈ ચૂક્યા છે. આ પછી તેમણે બિગ બીને પૂછ્યું કે, ફિલ્મમાં તેમનો નશામાં રહેવાનો અંદાજ અસલી હતો કે પછી સંપૂર્ણપણે એક્ટિંગનો કમાલ હતો?

આ સવાલ પર અમિતાભે પોતાના મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો અને સ્પષ્ટ કરી દીધું કે, તેમણે પાત્ર ભજવવા માટે દારૂ પીધો ન હતો.

અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘કેમ કે તમે સવાલ પૂછ્યો છે, તો અમે તેનો જવાબ આપીશું સાહેબ. અમે દારૂ પીને એક્ટિંગ નથી કરી. એ જે પણ છે, તે કેવળ નાટક છે.’

‘મને તેની સ્ટોરી ખૂબ ગમી’

આના આગળ અમિતાભ બચ્ચને ફિલ્મની સ્ટોરી અને પોતાના કો-સ્ટાર ઓમ પ્રકાશને લઈને વાત કરી. અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘એક્ટિંગની વાત નથી, અમને તેની સ્ટોરી ખૂબ પસંદ છે. ખાસ કરીને પિતા-પુત્ર વચ્ચે જે સંબંધ બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓમ પ્રકાશજી સાથે તેમની મિત્રતા અને ભૂમિકા પણ અમને ખૂબ પસંદ છે.’

‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીને ગુજરાતી અભિનેત્રીએ અવાજ આપ્યો?

Follow Us
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગને ઋષિભારતી બાપુનો ટેકો! Video
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
g clip-path="url(#clip0_868_265)">