18 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી, લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે
આજે 18 નવેમ્બર બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રશિયામાં લશ્કરી પરિવહન પ્લેન ક્રેશ, તમામ 19 લોકોનાં મોત
રશિયામાં સાઇબેરિયાના કેમેરોવો ક્ષેત્રમાં લશ્કરી પરિવહન પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 19 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, લશ્કરી પરિવહન માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેનમાં હવામાં જ આગ લાગી હતી, જેના પગલે પ્લેન ક્રેશ થયું હતું. પ્રાથમિક તપાસમાં પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ અકસ્માતને પગલે રશિયામાં લશ્કરી વિમાનની સુરક્ષા અને ટેક્નિકલ ખામીને લઈને સવાલો ઊભા થયા છે.
-
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ વધુ થશે. જોકે, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ડીસામાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, રાજ્યમાં ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.
-
આજે 18 નવેમ્બર બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 18,2026 7:48 AM
