AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 દિવસમાં મળશે US વિઝા! ભારતીય કામદારો માટે સારા સમાચાર, 27 કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ

યુએસ વિઝા અરજદારો માટે સારા સમાચાર! USCIS એ H-1B, L-1 સહિત 27 રોજગાર-આધારિત વિઝા શ્રેણીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ કરી છે. વધારાની ફી ચૂકવીને હવે અરજદારો 15 કાર્યકારી દિવસમાં ઝડપી પ્રક્રિયા કરાવી શકશે.

Breaking News : 15 દિવસમાં મળશે US વિઝા! ભારતીય કામદારો માટે સારા સમાચાર, 27 કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ
| Updated on: Nov 17, 2026 | 6:36 PM
Share

અમેરિકાના વિઝા માટે અરજી કરનારા ભારતીયો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે લાયક વિઝા કેટેગરીમાં અરજી કરનારા અરજદારો વધારાની ફી ચૂકવીને ઝડપથી પ્રોસેસિંગ કરાવી શકશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા રોજગાર આધારિત વિઝાની 27 શ્રેણીઓને પ્રીમિયમ પ્રોસેસિંગની સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત USCIS 15 કાર્યકારી દિવસમાં અરજી અંગે જરૂરી કાર્યવાહી કરશે.

આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ અને અમેરિકામાં નોકરી કરવા ઇચ્છતા લોકો માટે પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે. આ સુવિધામાં ફોર્મ I-129 (નોન-ઇમિગ્રન્ટ વર્કર માટેની અરજી) અને ફોર્મ I-140 (વિદેશી કામદાર માટેની ઇમિગ્રન્ટ પિટિશન) હેઠળ કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે. તેમાં H-1B સ્પેશિયાલિટી ઓક્યુપેશન વિઝા, L-1 ઇન્ટ્રાકંપની ટ્રાન્સફર વિઝા, O-1 અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો માટેના વિઝા અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડની કેટલીક કેટેગરીનો સમાવેશ થાય છે.

પ્રીમિયમ પ્રોસેસિંગ શું છે?

અમેરિકામાં પ્રીમિયમ પ્રોસેસિંગ એક વૈકલ્પિક અને પેઇડ સર્વિસ છે. આ સુવિધા હેઠળ અરજદારે વધારાની ફી ચૂકવીને પોતાની વિઝા અરજીનું ઝડપી પ્રોસેસિંગ કરાવી શકે છે. USCIS દ્વારા નિર્ધારિત 15 કાર્યકારી દિવસમાં અરજી અંગે નિર્ણય અથવા અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.

USCIS એ સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત 15 કાર્યકારી દિવસમાં એજન્સી જરૂરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહે, તો પ્રીમિયમ પ્રોસેસિંગ માટે ચૂકવવામાં આવેલી ફી પરત કરવામાં આવશે.

આ 15 દિવસની સમયમર્યાદા ત્યારે શરૂ થાય છે, જ્યારે USCISને યોગ્ય સરનામે સંપૂર્ણ ભરેલું ફોર્મ I-907 (પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ માટેની વિનંતી) પ્રાપ્ત થાય છે.

આ સમયગાળા દરમિયાન USCIS નીચે મુજબની કોઈ એક કાર્યવાહી કરે છે:

  • અરજી મંજૂર અથવા નામંજૂર કરવી.
  • અરજી નામંજૂર કરવાનો ઇરાદો દર્શાવતી નોટિસ જાહેર કરવી.
  • વધારાના દસ્તાવેજો અથવા પુરાવા માંગવા (RFE).
  • છેતરપિંડી અથવા અન્ય ગેરરીતિની તપાસ શરૂ કરવી.

કઈ 27 વિઝા કેટેગરીને મળશે લાભ?

ફોર્મ I-129 હેઠળ અરજી કરવામાં આવતી 21 વિઝા કેટેગરીને 15 કાર્યકારી દિવસની પ્રીમિયમ પ્રોસેસિંગ સુવિધામાં સામેલ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે નીચેની કેટેગરીનો સમાવેશ થાય છે:

  • E-1 અને E-2: સંધિ વેપારી અને સંધિ રોકાણકાર વિઝા.
  • E-3: ઓસ્ટ્રેલિયન પ્રોફેશનલ્સ માટેના વિઝા.
  • H-1B અને H-2B: વિશેષ વ્યવસાય અને કામચલાઉ બિન-કૃષિ કામદારો માટેના વિઝા.
  • H-3: તાલીમાર્થીઓ માટેના વિઝા.
  • L-1A અને L-1B: એક જ કંપનીની વિદેશી અને અમેરિકાની શાખા વચ્ચે કર્મચારીઓના ટ્રાન્સફર માટેના વિઝા.
  • O-1 અને O-2: અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ અને તેમના સહાયક સ્ટાફ માટેના વિઝા.
  • P-1, P-2 અને P-3: રમતવીરો, કલાકારો અને મનોરંજન ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટેના વિઝા.
  • Q-1: આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ માટેના વિઝા.
  • R-1: ધાર્મિક કાર્યકરો માટેના વિઝા.
  • TN-1 અને TN-2: કેનેડા અને મેક્સિકોના નાગરિકો માટેના પ્રોફેશનલ વિઝા.

આ ઉપરાંત ફોર્મ I-140 હેઠળ આવતી રોજગાર આધારિત ગ્રીન કાર્ડની છ કેટેગરીને પણ આ સુવિધામાં સામેલ કરવામાં આવી છે.

  • E11: અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે.
  • E12: ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને સંશોધકો માટે.
  • E21: ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અથવા અસાધારણ ક્ષમતા ધરાવતા એવા લોકો માટે, જેઓ નેશનલ ઇન્ટરેસ્ટ વેવર (NIW) માટે અરજી કરતા નથી.
  • E31: કુશળ કામદારો માટે.
  • E32: પ્રોફેશનલ્સ માટે.
  • EW3: અન્ય કામદારો માટે.

15 દિવસની સમયમર્યાદા ક્યારે ફરી શરૂ થશે?

USCIS દ્વારા અરજીની તપાસ દરમિયાન જો વધારાના પુરાવા માટે વિનંતી (RFE) અથવા અસ્વીકાર અંગેની નોટિસ જાહેર કરવામાં આવે, તો 15 કાર્યકારી દિવસની સમયમર્યાદા અટકી જાય છે.

ત્યારબાદ અરજદાર દ્વારા જરૂરી જવાબ અને દસ્તાવેજો રજૂ કરવામાં આવે અને USCISને તે પ્રાપ્ત થાય, ત્યારથી પ્રક્રિયાની સમયમર્યાદા ફરી શરૂ થાય છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે H-1B, L-1, O-1 સહિતની અનેક રોજગાર આધારિત વિઝા કેટેગરીમાં આ સુવિધા ઉપયોગી સાબિત થઈ શકે છે.

જોકે, અહીં એક મહત્ત્વની બાબત સમજવી જરૂરી છે કે પ્રીમિયમ પ્રોસેસિંગનો અર્થ 15 દિવસમાં વિઝા મળી જવાની ગેરંટી નથી. આ સુવિધા માત્ર USCIS દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં અરજી અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપે છે. વિઝા મંજૂર થશે કે નહીં તેનો નિર્ણય અરજીની પાત્રતા અને તપાસના આધારે જ લેવામાં આવશે.

મફત ઈ-વિઝાથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી… PM મોદીએ ASEAN દેશો સમક્ષ રજૂ કરી 9 મહત્વની દરખાસ્તો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">