AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ, 950થી વધુ NDPS આરોપીઓનો સકંજો, જુઓ Video

Breaking News : અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ, 950થી વધુ NDPS આરોપીઓનો સકંજો, જુઓ Video

| Updated on: Nov 18, 2026 | 1:44 PM
Share

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવા અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. NDPSના 950થી વધુ આરોપીઓ અને શંકાસ્પદોને એકઠા કરી પૂછપરછ કરાઈ. ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતની ટીમોએ તેમને કડક સૂચનાઓ આપી છે.

અમદાવાદ પોલીસે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત NDPS કાયદા હેઠળ સંકળાયેલા 951 ગુનેગારો અને શંકાસ્પદ આરોપીઓને અમદાવાદના જે.ડી. નાગરવાલા સ્ટેડિયમ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ, SOG, સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો દ્વારા તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી હતી.

આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવાનો અને શહેરમાં નશાના કારોબાર પર નિયંત્રણ લાવવાનો છે. રાજ્યના DGP જી.એસ. મલિકે અગાઉ ડ્રગ્સ મુદ્દે બેઠક યોજી હતી, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતને બે વર્ષમાં નશામુક્ત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ બેઠક દરમિયાન આરોપીઓને કડક ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ડ્રગ્સના કારોબારમાંથી બહાર આવે, અન્યથા કાયદેસરની સખત કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. પોલીસ દ્વારા આરોપીઓની મિલકતો જપ્ત કરવા અને તોડી પાડવા સુધીના પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પોલીસનો નિર્ધાર સ્પષ્ટ થાય છે.

આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">