સોના-ચાંદીના ભાવમાં ‘કડાકો’ આવશે કે ‘તેજી’? જાણકારોએ આપ્યા ‘મોટા સંકેત’
સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો? આગામી દિવસોમાં તેના ભાવ વધશે કે ઘટશે? બસ આને લઈને બજારના જાણકારોએ મોટા સંકેત આપ્યા છે. આમાં બજારના જાણકારોએ એવો ચોંકાવનારો સંકેત આપ્યો છે કે, જે તમારો નિર્ણય બદલી શકે છે.

સોના અને ચાંદીની કિંમતોમાં આગામી સમયમાં પણ નરમાઈ રહી શકે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના ચેરમેન કિરિટ ભણસાલીનું માનવું છે કે, આગામી એક ત્રિમાસિક ગાળામાં સોના-ચાંદીની કિંમતોમાં તેજીની કોઈ અપેક્ષા નથી. તેમના મતે, રોકાણકારો હવે સોનામાંથી નાણાં કાઢીને યુએસ ટ્રેઝરી અને બોન્ડ્સમાં રોકાણ કરી રહ્યા છે, જ્યાં તેમને સારું રિટર્ન મળી રહ્યું છે.

કિરિટ ભણસાલીએ જણાવ્યું છે કે, નફાવસૂલી, યુએસ બોન્ડ્સમાં વધતી જતી રુચિ અને જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓને લઈને બદલાતી અપેક્ષાઓની અસર સોનાની કિંમતો પર પડી રહી છે. તેમનું અનુમાન છે કે, સોનાની કિંમત ઘટીને 3,500 ડૉલર સુધી આવી શકે છે. ટૂંકમાં, વર્તમાન સ્તરથી તેમાં હજુ વધુ ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે.

સોનાની કિંમતોમાં ઘટાડાનો ફાયદો ઘરેલું જ્વેલરી બજારને મળી રહ્યો છે. ધનતેરસ પર સોના અને ચાંદીની સારી ખરીદી થઈ છે. કિરિટ ભણસાલીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન આશરે 52 ટન સોનું અને લગભગ 300 ટન ચાંદી વેચાઈ છે. આમાં જ્વેલરી અને બાર બંને જોડાયેલ છે.

ખાસ વાત એ છે કે, કુલ કારોબાર આશરે 78,000 કરોડ રૂપિયા રહ્યો છે. આગામી વેડિંગ સીઝનમાં પણ જ્વેલરીની માંગ સારી રહેવાની અપેક્ષા છે. જો કે, વધતી જતી કિંમતોને કારણે ગ્રાહકો હવે ઓછા કેરેટની જ્વેલરી ખરીદી રહ્યા છે.

એમાંય જે લોકો અગાઉ 22 કેરેટ સોનું લેતા હતા, તેઓ હવે 18, 14 અને અહીં સુધી કે 9 કેરેટના દાગીનાને પણ પસંદ કરી રહ્યા છે. નાના શહેરોમાં લગ્નની ખરીદીથી માંગને ટેકો મળી શકે છે.

કિરીટ ભણસાલીના જણાવ્યા મુજબ, બ્રાન્ડેડ જ્વેલર્સના ત્યાં લગભગ 65% ખરીદી ગોલ્ડ એક્સચેન્જ દ્વારા થઈ રહી છે, જ્યારે નાના વેપારીઓના ત્યાં આ હિસ્સેદારી 35-40% છે. નિકાસના મોરચે તેમને વર્ષ 2027માં સારી વૃદ્ધિની અપેક્ષા છે.

જ્વેલરી કંપનીઓ અમેરિકા અને ચીન ઉપરાંત જીસીસી (GCC) બજારોમાં પણ તકો શોધી રહી છે. નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થી પણ વેપારને મદદ મળી શકે છે. તેમનું માનવું છે કે,વર્ષ 2027 જ્વેલરી એક્સપોર્ટ માટે મોટું વર્ષ સાબિત થઈ શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
કમાણીની ‘શાનદાર તક’! ‘Buy’ રેટિંગ સાથે ₹4842 સુધી જવાની રાખે છે ‘તાકાત’, રોકેટ બનશે આ ‘શેર’
