Vadodara : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ, આ શહેરોના વાહન ચાલકોને પણ થશે ફાયદો, જુઓ Video

|

Jun 02, 2023 | 10:40 AM

અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો. વળી ટ્રાફિક પોલીસે ઉઠાવવી પડતી જહેમત તો અલગ જ. પરંતુ હવે વાહન વ્યવહાર આવાગમનમાં સરળતા થશે અને વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે.

Vadodara : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે બે બ્રિજનું લોકાર્પણ, આ શહેરોના વાહન ચાલકોને પણ થશે ફાયદો, જુઓ Video
Vadodara Bridge

Follow us on

Vadodara : વડોદરામાં આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે થશે બે બ્રિજનું લોકાર્પણ થશે. જેના લીધે અમદાવાદથી સુરત જતાં વાહનચાલકોને ફાયદો થશે. કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેવો વડોદરામાં 48 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.જેમાં 1 વાગે વડોદરા એરપોર્ટ આવશે, 2 વાગે દેના ચોકડીના નવા પુલનું લોકાર્પણ કરશે. 2 :15 દુમાડ ચોકડી સર્વિસ રોડ રેમ્પ અને પુલનું લોકાપર્ણ કરીને 54 કરોડના વિકાસ કાર્યોની વડોદરાને ભેટ આપશે અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધશે.

અમદાવાદ અને સુરતના લોકોને પણ બ્રિજનો ખૂબ ફાયદો મળશે

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વડોદરામાં નવનિર્મિત બે બ્રિજનું લોકાર્પણ કરવાના છે.વડોદરા હાઇવે પર બનેલા દુમાડ બ્રિજ અને દેણા બ્રિજનું નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ કરાશે. વડોદરા સહિત અમદાવાદ અને સુરતના લોકોને પણ બ્રિજનો ખૂબ ફાયદો મળશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

વડોદરા હાઇવે પર નિર્માણ પામેલા બંને બ્રિજમાં 54 કરોડ જેટલો ખર્ચ થયો છે.. જેમાં દુમાડ બ્રિજ 36 કરોડ અને દેણા બ્રિજ 16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો.વડોદરામાં વધુ બે બ્રિજનું નિર્માણ થતા લોકોને ટ્રાફિકમાંથી રાહત થશે બે વર્ષ પહેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. અને હવે બ્રિજ સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે.

12 લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો તો સુખદ અંત

બંને બાજુ સર્વિસ રોડ સાથે તૈયાર થયેલા આ 12 લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો તો સુખદ અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે. અત્યાર સુધી દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-8 અને એક્સપ્રેસ વે –આ તમામનું ટ્રાફિક ભેગો થતો હતો.

ઇંધણના ખર્ચ સાથે સમય અને વિદેશી હૂંડિયામણની પણ બચત થશે

જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ 35 મિનિટ જેટલો સમય પણ બગડતો હતો. વળી ટ્રાફિક પોલીસે ઉઠાવવી પડતી જહેમત તો અલગ જ. પરંતુ હવે વાહન વ્યવહાર આવાગમનમાં સરળતા થશે અને વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે. જેના કારણે ઇંધણના ખર્ચ સાથે સમય અને વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે

ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો અકસ્માતના ભય વગર હાઇવે ક્રોસ કરી શકશે. હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:59 am, Fri, 2 June 23

Next Article